________________
વ્યાખ્યાન દશ
૧૧૪
ત્યાં મોકલે, પણ રાજાએ આ વાતને સાફ ઈન્કાર કર્યો અને કહ્યું કે હું આરામ શેભાને કોઈ પણ રીતે તમારે ત્યાં નહિ મોકલું. કારણ કે હું તેને વિરહ સહી શકું તેમ નથી ત્યારે આરામ શેભાના પિતાએ પિતાના ભાવે ભજવવા શરૂ કર્યા અને છરી પેટમાં ભોંકવા જ્યાં તેયાર થયે એટલે રાજાને ન છૂટકે હા પાડવી પડી, જેથી આરામ શેભાને પિતાને ઘણે આનંદ થયો, આ આરામ શોભા એ કંઈ સામાન્ય સ્ત્રી નથી, એ છે રાજાની પટરાણી એટલે રાજા તેના મોભા મુજબ તેને વિદાય આપે છે. માન્ય પ્રધાને, અનેક સુભટ અને દાસ દાસીઓનો બહોળે પરિવાર સાથે છે. અનુક્રમે પિતાના સ્થાને તેઓ પહોંચી જાય છે. આરામ શેભાને જોઈને આરામ શોભાની ઓરમાન માતાની ખૂશીને કોઈ પાર નથી. એણે વિચાર્યું કે મારી ધારણા હવે સફળ થશે આરામ શોભા હવે મારા . હાથમાં છે. કોઈપણ રીતે હવે હું તેને મારી નાંખીશ. આમ અનેક સંક૯પ વિકલ્પ કરતા શેડો કાળ વ્યતીત થયે અને આરામ શોભાએ નવ મહિના પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આ પુત્ર જનમ્યા પછી આરામ શેભાની ઓરમાન માતા હવે કેવું કાવત્રુ રચવા તૈયાર થાય છે, આરામ શોભાને કેવી આફતમાં મૂકે છે પણ જેના ભાગ્ય તેજ છે તેને વાળ વાંકે કરનાર કોણ છે? આરામ શેભાનું હવે શું થાય છે, એ અગ્રે વર્તમાન.