________________
ધર્મ તત્વ પ્રકાશ
મહારાજા તરફથી ખૂબ ઈનામ મળે છે અને રાજાની રજા લઈને એ પિતાના નગર પ્રતિ વિદાય લે છે. બ્રાહ્મણ ઘેર જઈ પિતાની પત્નીને બધી વાત કરે છે. ઓરમાન માતા તે વાત સાંભળી અંદરની અંદર બળી જાય છે. એના મનની મુરાદ હજી ફળી નથી. જ્યાં સુધી સામાના પુણ્ય તેજ છે, ત્યાં સુધી કણ વાળ વાંકે કરનાર છે. પણ બિચારા દુષ્ટ માણસે દુષ્ટતા કેળવી ઘેર પાપના ભાગીદાર બને છે.
હાર્યો જુગારી બમણું રમે” એ કહેવત અનુસાર આરામ શેભાની ઓરમાન માતા આ વખતે તે ખૂબ જોરદાર તાલપુટ વિષથી મિશ્રિત માંડવા (એક જાતનું ભજન) થી ભરીને કરંડીયે પોતાના પતિને આપે છે, અને એમને સારી રીતે સમજાવે છે કે સ્વામીનાથ! આરામ શોભા ગર્ભવતી છે. માટે પ્રથમ પ્રસૂતિ આપણે ત્યાં થવી જોઈએ, એટલે રાજાને સમજાવી કેઈપણ રીતે તમે છોકરીને અહીં લઈ આવે, રાજા જે ન માને તે તમે તમારું બ્રાહ્મણપણું દેખાડજો. આ રીતે પિતાના પતિને બરાબર પાર ચઢાવી, અને ઉંધુ ચતુ સમજાવી પુનઃ રાજાની પાસે મેકલે છે.
ઓરમાન માતાના દીલની દુષ્ટતાની હવે હદ થાય છે. કેઈ પણ રીતે એના એ પ્રાણ લેવા ઈચ્છે છે. અને વિવિધ કાવત્રા રચે છે. પણ હજી સુધી એમાં એને ફાવટ આવી નથી.
બિચારા ભેળા ભાળા બ્રાહ્મણ ભાઈને આ વાતની કશી જ ખબર નથી. એ તે ના ભાવથી ત્યાં જાય છે. રસ્તામાં તેજ ઝાડ નીચે તે આરામ લે છે, દેવગે અને ભવિતવ્યતાના