________________
વ્યાખ્યાન નવમું
૧૦૫ mmmmmmm પિતાને ઘેર લઈ જવા માટે રાજાને વિનંતી કરી, પણ આ વાતને રાજાએ સ્વીકાર ન કર્યો અને કહ્યું કે દ્વિજવર! રાજાની રાણી એમ મોકલાય નહિ. સત્તા આગળ શાણપણ ચાલે નહિ એટલે બ્રાહ્મણ ત્યાંથી વિલેમુખે વિદાય થયો. પિતાને ઘેર આવી પત્નીને બધી વાતથી વાકેફ કરે છે. આ વાત સાંભળી આરામ શેભાની ઓરમાન માતાને અત્યંત દુઃખ થાય છે. અને મનમાં ને મનમાં તે વિચાર કરે છે કે અરે મારી બધી મહેનત નિષ્ફળ ગઈ, જરૂર પેલા મહુડા જે લાડવામાં નાખ્યા હતા તે એટલા જોરદાર નહેતા, નહિતર ઝેર ચડ્યા વગર રહે નહિ. થોડા વખત પછી એ ફેણીને કરંડીયે તૈયાર કરે છે, અને એમાં હલાહલ ઝેર નાંખે છે અને પિતાના પતિને ફરી વાર સમજાવીને રાજાની પાસે મોકલે છે, તેને પતિ પણ ખૂશીથી ત્યાં જાય છે, કારણ કે ત્યાં તે એનું ખૂબ માન-સન્માન થાય છે અને ઉપરથી ઈનામ મળે છે, જેથી આરામશોભાને પિતા પોતાના ઘેરથી રવાના થઈ રાજાના નિવાસસ્થાન તરફ આવી રહ્યો છે, માર્ગમાં પેલા વૃક્ષ નીચે થોડો આરામ કરે છે, દેવ યેગે પેલે દેવ જાણી જાય છે, અને ફેણીમાં નાંખેલું હલાહલ ઝેર તે હરી લે છે અને ફેણ ઉપર અમૃતના છાંટણું નાંખે છે, જેથી ફેણ ખૂબ સુંદર સ્વાદિષ્ટ અને પૂબ સુંગધીદાર બની જાય છે.
બ્રાહ્મણને આ વાતની કશી ખબર નથી, એ તે નિરાંતે સૂતો હતો, સવાર થતાં કરંડીયે લઈ રાજસભામાં પહોંચી જાય છે, રાજા તેને ખૂબ આદર સત્કાર કરે છે. અને બ્રાહ્મણ ફેણીને કરડીયે રાજાને ભેટ કરે છે, પ્રથમની જેમ બ્રાવણને