________________
વ્યાખ્યાન મું
તેમની પાસે મેં સમ્યકત્વ મૂળ બાર વ્રત અંગીકાર કર્યા હતાં, છેવટે એમના સમાગમને અભાવ થવાથી એમના ઉપદેશામૃતનું પાન હું ન કરી શક્યા, અને મિથ્યાષ્ટિના ગાઢ પરિચયથી હું ઉન્માર્ગગામી બન્યા. આજે મારી આ દશા! અરે હવે મારું શું થશે! હું કેવો પુણ્યહીન અને અભાગીયે છું. માનવભવમાં કેવી સુંદર અને સભર સામગ્રી પ્રાપ્ત થવા છતાં મેં એને સદુપયોગ ન કર્યો અને ભવ હારી ગયે. થયું તે થયું હજી પણ જીનેશ્વર દેવના ધર્મની આરાધના કરી વ્રત અંગીકાર કરી જીવન સફળ કરું !
આ પ્રમાણે વિચાર કરી દેડકા બનેલા નંદ મણિયારના આત્માએ સમ્યક્ત્વ પૂર્વક મનથી વ્રત અંગીકાર કર્યો, અને અભિગ્રહ ગ્રહણ કર્યો કે મારે જીવનભર છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરવી અને પારણામાં અચિત્ત આહાર પાણને ઉપચોગ કરે. આ રીતે બરાબર તે નિયમનું પાલન કરે છે, છઠ છઠની તપશ્ચર્યા કરે છે અને પારણામાં અચિત્ત વસ્તુને ઉપયોગ કરે છે, લોકોના સ્નાનથી અચિત્ત થયેલું પાણી વાપરે છે, અને આરાધનામાં તત્પર રહે છે, એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીની બહાર પધાર્યા છે, પ્રભુની પધરામણીના સમાચાર કર્ણોપકર્ણ સમગ્ર નગરીમાં પ્રસરી જાય છે, ભકતવૃંદના ટોળે ટોળા પ્રભુના દર્શને ઉમટી રહ્યા છે. પ્રભુ મહાવીર પધાર્યા છે. ચલે, ચલો, દર્શને, અરે એમની દેશના શ્રવણ કરી જીવન પાવન કરીશું. આમ પરસ્પર વાત કરતી જનતા પ્રભુ પાસે જઈ રહી છે.
તે વખતે વાતમાં સનાન કરવા આવેલા કેટલાક લેકના