________________
ધર્મ તત્વ પ્રકાશ
તત્વજ્ઞાનની વાત કંઈ એક દિવસમાં સમજાય તેવી નથી. એને માટે અભ્યાસની પણ જરૂર છે. ઉપરછલ્લુ કે ઉપર ચેટિયું જ્ઞાન કામ ન આવે.
જેમ સમુદ્રમાંથી રત્ન મેળવવા માટે એના અગાધ ઊંડાણમાં ઉતરવું પડે છે. મરજીવા બને તે જ મૌક્તિકે મેળવી શકાય છે. ઉપર-ઉપર તે શંખલા છીપલા વિગેરે સામાન્ય વસ્તુની જ પ્રાપ્તિ થાય છે.
આત્માને વિષય તે ખૂબ ગહન છે, ખૂબ કઠીન છે. એના ઉંડાણમાં ઉતરવું પડશે તે જ વાસ્તવિક તત્વનું જ્ઞાન થશે.
' ધર્મનું સ્વરૂપ, ધર્મનું મહત્વ, ધર્મનું ફળ અને ધર્મ કને ફળે? આ ચાર વિષયમાં તે ચોમાસાના ચાર મહીને પૂરા થઈ જશે, કારણ કે ખૂબ છણાવટપૂર્વક ઝીણવટથી સરળ શૈલિએ આ બધા વિષયે સમજાવીશું ત્યારે આ બધી વસ્તુ તમારા સમજવામાં આવશે.
આ ચારે વિષયે જે બરાબર સમજાઈ જાય તે આત્મામાં ધર્મ વસે અને કર્મ ખસે. ધર્મ જે હૈયામાં વચ્ચે તે સમજી લે કે ગમે તેવા કટ્ટર દુશમને હોય તે તેને ભાગ્યા વગર છૂટકે નથી, કર્મ એ કટ્ટર શત્રુઓ છે. આપણા ઘરમાં અનાદિ કાળથી પેઠા છે અને ઘર કરી ગયો છે. ભાડુત પાસેથી કબજે મેળવવામાં કેટલી મુશીબત નડે છે, કેર્ટના હુકમ પછી પણ ખાલી કરાવતા નાકે દમ આવી જાય છે, આ બધા ભાડુત તે ૬-૧૨ મહીનાના અરે ૬-૧૨ વર્ષના સમજે પણ આ કર્મો તે અનંત કાળથી ઘર કરી ગયા છે, એ કંઈ એમ