________________
વ્યાખ્યાન ૫ મું
પ૩
સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા પદાર્થોને તે જ સ્વરુપે જાણવા તેનું નામ સમ્યજ્ઞાન છે.
સમ્યજ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન, સત્ય જ્ઞાન.
કઈ વખત આપણને કેઈના કહેવાથી કે પિતાના વિચારોથી ભ્રમણા ઉત્પન્ન થાય છે. તે બ્રમણાને લીધે હોય જુદું અને આપણે માનીએ જુદું. તેનું નામ સાચું જ્ઞાન નહીં પણ તે મિથ્યાજ્ઞાન છે તેવી જ રીતે કોઇવાર કેઈ વિષય સમજમાં ન આવવાથી આપણને સંશય-શંકા ઉત્પન્ન થાય છે. તેથી આપણે આપણું મગજથી વસ્તુ હોય તેના કરતાં કંઇક જુદુ માનવા તૈયાર થઈએ છીએ. તે પણ સાચું જ્ઞાન નથી, પણ તે મિથ્યાજ્ઞાન છે.
અહીંયા આપણે-સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની જે વાત કરીએ છીએ તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે, મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શન યાને ખોટું જ્ઞાન અને ટી શ્રદ્ધા એ બન્ને કર્મજન્ય પરિણામ છે. અને તે ઘેર પાપનું કારણ બની પણ જાય છે. પરિણામે તે આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે અને સંસારમાં ભટકાવનારા છે.
મિથ્યાજ્ઞાન અને મિયાદર્શન દ્વારા આત્મા ઘર અને ચીકણું કર્મો ઉપાજે છે. અને એ કર્મને કારણે જ આ સંસાર છે. આ કર્મો પ્રત્યેક આત્માને અનાદિ કાળથી વળગેલા છે અને આત્માને મહા દુઃખદાયી છે.