________________
ધર્મ તત્વ પ્રકાશ
તલમાત્ર પણ ફેર પડતું નથી. કારણ બધાયનું જ્ઞાન પૂર્ણ હોય છે, સાચું હોય છે. એક મહત્વને પ્રશ્ન
હવે આપણે જરા ઉંડા ઉતરીએ છીએ. કારણ કે તો અતિઠાના તર્ક કરનાર ગમે તે તર્ક કરી શકે છે અને એના તર્કનું જે સમાધાન કરવામાં ન આવે તે માણસ શંકાશીલ બને અને શંકાશીલ બનતા શ્રદ્ધાભ્રષ્ટ થતા વાર લાગતી નથી અને શ્રદ્ધાભ્રષ્ટ થતા આચાર-વિચાર બધાયથી માણસનું પતન થાય છે અને આ રીતે પતન થતાં દુર્લભ માનવ ભવ હારી જવાય છે. અહીં એ તક ઉપસ્થિત થાય છે કે જ્ઞાન એ એવી વસ્તુ છે કે તે વિદ્યમાન વસ્તુને, વિદ્ય- - માન પદાર્થને-વિષયને-ગ્રહણ કરે છે. જેમકે આપણી સામે ઘડે પડે છે. તે માણસને ઘડાનું જ્ઞાન થાય છે. કપડું પડયું હોય તે કપડાનું જ્ઞાન થાય, પરંતુ જે વસ્તુ આજે વિદ્યમાન નથી ભૂતકાળમાં થઈ ગઈ છે. જેનું કેઈ નામનિશાન નથી તેને કેવી રીતે જાણી શકાય! અને જે વસ્તુ ભવિષ્યમાં થનાર છે, વર્ષો પછી બનવાની છે, જેને જાણવા માટે આજે કેઈ ચિન્હ નથી તેને પણ જ્ઞાનીઓ કેવી રીતે જાણી શકે? માણસ વિદ્યમાન વસ્તુનું કથન કરી શકે છે. પણ જે વસ્તુ નષ્ટ થઈ ગઈ યા હજી ઉત્પન્ન જ થઈ નથી તેનું જ્ઞાન કેવી રીતે થાય! એમ સહેજે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
આ પ્રશ્નના સમાધાનમાં જણાવવાનું કે જેમકે વૈજ્ઞાનિકે. જૂની વસ્તુને જોઈને અનુમાન કરે છે કે આ વરતુ લાખે