________________
વ્યાખ્યાન નવમું
ધર્મો મંગલની પ્રથમ ગાથા ઉપર ધર્મનું સ્વરુપ” એ વિષય ચાલી રહ્યો છે અને તેમાં ય સમ્યગ્દર્શનના મહિમાને વિષય ચાલી રહ્યા છે. ગત વ્યાખ્યામાં આ વિષય પર આપણે થોડીઘણી ચર્ચા-વિચારણા કરી. હવે એ જ વિષય આગળ ચાલે છે. જે આત્મા સમ્યગ્દર્શન પામે છે, તે અવશ્ય મુક્તિ પામે છે અને તે પણ અડધા પુદ્ગલ પરાવર્તનની અંદર. એ આત્મા મુક્તિએ જવાને એ વાત નિશ્ચિત છે.
પુગલ પરાવર્ત એટલે શું?
પુદ્ગલ પરાવર્ત એટલે શું? એમ રહેજે આપણને જિજ્ઞાસા થાય! તે માટે નવતત્વની નિમ્ન ગાથામાં કહ્યું છે કે – __ " उस्सप्पीणी अणंता पुग्गल परिअट्टो मुणे यत्रो ॥"
એક પુદગલ પરાવર્તની અંદર અનંતી ઉત્સર્પિણી અને અનંતી અવસર્પિણ પસાર થાય છે.
મતલબ એક પુલ પરાવર્ત કાળમાં જીવ અનંતા જન્મ મરણે કરે છે, એવા અનંતા પુદ્ગલ પરાવર્ત ભૂતકાળમાં આ આમાએ કર્યા છે અને તેથી અનંતગુણ કરવાના બાકી રહે છે.