________________
~~~
~~~
~
~~
વ્યાખ્યાન ૯ મું સૂર્યાભદેવ
શ્રી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભદેવનું વર્ણન આવે છે. સૂર્યાભદેવ પૂર્વજન્મમાં પરદેશી રાજા હતા. તે નાસ્તિક શિરોમણી ઘણો હિંસક અને કૂર હતો, પણ એના સદભાગ્યે શ્રી કેશી ગણધર ભગવંતને સમાગમ થયે અને એમના સમાગમમાં આવતા આત્માના વિષયમાં અનેક પ્રશ્નોત્તરો થયા, તેના દીલનું સમાધાન થયું. તે નાસ્તિક મટી આસ્તિક બન્ય, અરે વ્રતધારી બને અને જ્યારે હું આ સંસારને છોડી સંયમના માર્ગે સંચરીશ એ ભાવના ભાવવા í. દીક્ષા લેવા તૈયાર થતા તેની સૂરીકાંતા રાણીએ તેમને મારી નાંખવા ભેજનમાં વિષ આપ્યું છતાં ય વિષ આપનાર સૂરીકાંતા રાણી પર જેને જરાય રેષ ન ચઢયે અને શુભભાવનાએ કાળ કરી પહેલા દેવલેકમાં સૂર્યાભ વિમાનને માલીક સૂર્યામ નામને મહધિક દેવ થાય છે. એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આમલકલ્પ નગરીની બહાર પધાર્યા છે. તે વખતે સૂર્યાભદેવ મહાન વિમાનમાં બેસી ઠાઠમાઠથી વિશાળ પરિવાર સાથે ભગવાનને વંદન કરવા આવે છે, વિમાનમાંથી નીચે ઉતરીને પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપે છે અને ભાવપૂર્વક વંદન કરે છે, નમસ્કાર કરે છે, ત્યારબાદ તે સૂર્યાભદેવ પ્રભુજીને પ્રશ્ન પૂછે છે કે-પ્રભે ! હું આરાધક છું કે વિરાધક? પરમાત્માએ જવાબ આપ્યો કે તું આરાધક છે,
સૂર્યાભદેવે બીજો પ્રશ્ન કર્યો કે પ્રભે! હું આસન્નભવી છું કે દુભવી છું ? .