________________
વ્યાખ્યાન નવમું
જોડવામાં સહાયભૂત નીવડે છે. માટે આ માનવ ભવમાં સમકિત વગેરે સદગુણેના સુંદર સંસ્કારે આત્મામાં પડે તેની ખૂબ કાળજી રાખવાની છે. કારણ કે આ સંસારમાં દુર્લભમાં દુર્લભ જે કઈ વસ્તુ હોય તે તે સમ્યગ્દર્શન છે.
શ્રી ઋષભદેવ ભગવાનના આત્માને ધન્ના સાર્થવાહના ભવમાં શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવતા અવસરે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ અને સુંદર સંસ્કારે પડયા તેના પરિણામે તેઓ ૧૩ મા ભવે આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન થયા અને આપણા પરમ ઉપકારી બન્યા.
આ પ્રમાણે એક જન્મમાં પડેલા સંસ્કારો ભવાંતરમાં આત્માને અત્યંત ઉપયોગી થાય છે અને અવશ્ય મુક્તિગામી બનાવે છે એ હકીક્ત છે. માટે આપણું આત્માને દેવ-ગુરુની સેબતથી ધર્મના સંસ્કારવાળે બનાવો એ આપણું મુખ્ય ફરજ છે. સમકિત દૃષ્ટિ આત્મા સંસારના જન્મ-મરણ રોગ શેક આદિ દુખેથી અતિ અલ્પ સમયમાં જ મુક્ત થવાને અને એક દિવસ એ આવશે કે તે સદાના માટે દુઃખમુક્ત બની શાશ્વત અને અનંત સુખને ભક્તા બનવાને.
કોઈ ગરીબ માણસને નિધાન મળી જાય તે તે જેમ તેની ખૂમારીમાં મસ્ત રહે છે તેમ સમતિ દષ્ટિ આત્મા પણ સમકિતની ખૂમારીથાં સદાય મસ્ત રહે છે. સમકિત દષ્ટિ આત્મા ક્યારે પણ સિદ્ધાંત વિરૂદ્ધ જીનેશ્વર ભગવંતના વચન વિરૂદ્ધ એક પણ શબ્દ કે અક્ષર ઉચ્ચારતું નથી, કોઈ વિરૂદ્ધ બેલતે હેય તે તે તેને રૂચે નહિ, વિરૂદ્ધ બેલનારની