________________
ધર્મ તત્વ પ્રકાશે
ભાવ જ બદલાઈ જાય છે અને આત્મા અંતરની શુદ્ધિ તરફ આગળ વધે છે, આજ સુધી આત્મા બહિર્મુખ હતું, પણ સમકિત પ્રાપ્ત થતાં તે અંતર્મુખ બને છે.
ભગવતીજી સૂવનું એ કથન છે કે
સમ્યગ્દષ્ટિ આત્માની જઘન્ય આરાધના પણ સાત આઠ જન્મમાં જીવને મુક્તિએ લઈ જાય છે.
માટે વિરાધકભાવ ટાળીને સતત આરાધકભાવમાં રહેવાની ખૂબ કોશીશ કરવી. કારણ કે સમકિત એ આત્માને ગુણ છે, આત્માનું સાચું ધન છે, સ્વગુણને ટકાવવા માટે આત્માએ અહર્નિશ પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. સમકિત આવ્યા પછી આત્માના સંસ્કાર સુધરી જાય છે અને એ સંસ્કારો જન્માનરમાં પણ નિમિત્ત મળતા જાગૃત થાય છે, એ સંસ્કાર મૂળથી ભૂસાતા નથી. અવસર આવે એ જરૂર પ્રગટ થાય છે અને આત્માને ખૂબ ઉંચે ચઢાવે છે અને પરંપરાએ એ સંસ્કાર છેક મુક્તિ સુધી નિમિત્ત બને છે. જેમકે એક
વ્યક્તિને આપણે વર્ષો પૂર્વે જોઈ હતી. વર્ષો પછી તેને પુનઃ ભેટે થતાં આપણે બેલી ઉઠીએ છીએ કે ભાઈ મેં તમને કયાંક જોયા છે. પછી હેજ વધારે વિચારવમળમાં ચઢતા આપણને ખ્યાલ આવે છે કે હા, તમને અમુક ગામમાં અમુક સ્થળે મેં જોયા હતા. આ સંસ્કારો આત્મામાં વર્ષો પૂર્વે પડયા હતા, વ્યક્તિનું નિમિત્ત મળતા તરત તે જાગૃત થયા. તેવી જ રીતે સમતિન પણ આત્મામાં સંસ્કાર પડે છે અને નિમિત મળતા તે અવસરે જાગૃત થાય છે અને તે આત્માને સન્માર્ગે