________________
ધર્મ તત્વ પ્રકાશ
પરમાત્માએ જવાબ આપ્યો કે તું આસન્નભવી છે.
શ્રીમુખેથી આ જવાબ સાંભળી સૂર્યાભદેવને અત્યંત ખુશી થઈ
આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે સમકિત દષ્ટિ આત્મા આરાધકપણાને ચાહે છે અને વિરાધકપણાથી ખૂબ દૂર રહેવા માંગે છે. સમકિત દષ્ટિ આત્માને આરાધક ભાવ જોઈએ પણ વિરાધભાવ નહિ, વિરાધભાવ પેદા કરનાર સેબતથી પણ તે દૂર રહે છે. માટે જ શાસ્ત્રકાર કલ્યાણ મિત્રને સંગ કરવાનું ફરમાવે છે, પણ પાપ મિત્રને નહિ. પાપ મિત્રથી તે સદાય અળગા રહેવાનું છે.
कल्याण मित्र संसर्गः पापमित्र विवर्जनम् । कुरु पुण्यमहोरात्रम् स्मर नित्यमनित्यता ॥
મતલબ કલ્યાણમિત્રની સેબત કરવી, પાપમિત્રોને ત્યાગ કરે, પાપમિત્ર એટલે આત્માને અવળે માર્ગે લઈ જનાર, હંમેશાં ધર્મની આરાધના કરવી અને અનિત્યતાનું સ્મરણ કરવું.
અહીંઆ આપણે એ સમજાવી રહ્યા છીએ કે સમકિત દષ્ટિ આત્મા આરાધક થવા ઈચ્છે છે, પણ વિરાધક થવા નહિ, વિરાધનાથી તે તે સદંતર દૂર રહેવા માગે છે. કારણ કે એ સમજે છે કે આ માનવજીવનમાં મહામુશીબતે આરાધના કર. વાની સુંદર તક સાંપડી છે છતાં પ્રમાદ-આળસ અને વિષય કષાયને વિવશ બની હું જોઈએ તેટલી આરાધના કરી શક્ત નથી. જ્યાં આરાધના જ અ૮૫ થાય છે ત્યાં વળી વિરાધના કરીને જીવન બરબાદ શા માટે કરવું ! વિરાધના થઈ જાય