________________
ધર્મ તત્વ પ્રકાશ
પછી આત્માને અનહદ આનંદ થાય છે કે મેં મહાન વસ્તુ પ્રાપ્ત કરી.
સમ્યગ્દર્શન એટલે પોતાના યાને આત્માના ગુણનો વિકાસ અને મહાન અવગુણને નાશ, જૈન શાસનમાં સમ્યગ્દર્શનને મહાન મહિમા છે. લઘુકમ આત્મા જ એના મહિમાને જાણી શકે છે. સમકિત વિહણી ધર્મક્રિયાઓ એ દ્રવ્ય ક્રિયામાં ગણાય છે અને સમકિત પ્રાપ્ત થયા પછી કરેલી આરાધના ભાવક્રિયામાં ગણાય છે. દ્રવ્યક્રિયામાં અને ભાવકિયામાં આસમાન પાતાળ જેટલું અંતર હોય છે. - સમકિત દષ્ટિ આત્મા કર્મોને ચેલેન્જ આપે છે કે તમારે મને જેટલો દુઃખી કર હોય તેટલે કરી લે, અત્યારે મારામાં સમજ છે, જ્ઞાન છે, અજ્ઞાન અવસ્થામાં મેં ઘણા ય દુઃખે સહા પણ એટલે લાભ ન થયે. અડધા પુદ્ગલથી વધારે કાળ દુઃખી કરવાની તમારી તાકાત નથી, પછી તે હું રાજાને પણ રાજા છું, અરે પરમાત્મા છું, પછી તમારૂં કંઈ નહિ ચાલે. | સમકિત પામેલા આત્માને ઘણી ખુશી થાય છે કે અનાદિ કાળથી આ સંસારમાં રખડી રહ્યા હતા, જન્મ મરણની ચક્કીમાં પીસાઈ રહ્યા હતા. અનંતા ભવે મારા એળે ગયા, હાથ કંઈ ન આવ્યું. મારે આ ભવ સફળ થયે કારણ કે મને સમકિતની પ્રાપ્તિ થઈ, જેથી બધું જ મને મળી ગયું. - સમકિત દષ્ટિ આત્માના દીલમાં અહર્નિશ એ જ ભાવે રમ્યા કરે કે કેમ હું વધારે આરાધના કરું ! અને વિરાધનાથી બચુ! આરાધના ન થાય અથવા એમાં કસર પડે તે તેને લાખ થાય અને વિરાધનાથી તે તે સદંતર દૂર રહે.