________________
વ્યાખ્યાન નવમું
૮૭
પણ આ આત્મા જ્યારથી સમકિત પામે છે ત્યારથી જ તેને દીર્ઘ સંસાર કપાઈ જાય છે. અનંતા જન્મ અને મરણ કપાઈ જાય છે. ફક્ત અડધો પુદ્ગલ પરાવર્ત કાળ સંસારમાં પરિભ્રમણ કરવાનો બાકી રહે છે. મતલબ સાગર જેટલા ભે હતા, પણ આત્મા સમકિત પામ્યું એટલે એને બિન્દુ જેટલો જ સંસાર બાકી રહ્યો.
એટલે સમકિતની બલિહારી છે, સમકિત પ્રાપ્ત કર્યા પછી કમની જોરદાર સ્થિતિને પણ તેને બંધ થતું નથી અને સમતિ દષ્ટિ આત્મા દેવ અને મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ ગતિમાં જ તે નથી. દેવ હોય તે તે મરીને મનુષ્ય થાય અને મનુષ્ય હોય તે તે મરીને દેવ થાય, સમતિ, દષ્ટિ ક્યારે ય સમ્યક્ત્વદશામાં નારકી થા તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતું નથી.
સમકિત દષ્ટિ આત્મા નિર્વસ પરિણામથી પાપ કરતે નથી, પાપ કરતા તે અચકાય છે કરવું પડે માટે કરે છે અને તે પણ કંપાતા હૃદયે, દુભાતા દીલે, પણ ક્યારે ય તે રાચી માચીને પાપ કરતું નથી.
સમકિત દષ્ટિની અનેક વિશિષ્ટતાઓ છે. એટલે સમ્મદશનને લાભ એ આ સંસારમાં મહાન લાભ છે. ચિંતામણી કઃપવૃક્ષ અને કામધેનુ કરતા સમકિત રત્નની કિંમત કઈ ગુણી છે.
સમકિત પ્રાપ્ત થાય તે સમજી લે અમે અપૂર્વ કમાણી કરી. આવી કમાણી ક્યારે ય કરી નહોતી. આ કમાણી કર્યા