________________
AAAAAAA
વ્યાખ્યાન નવમું હતી. તે ચિત્ર સભામાં જનતાને સુખેથી આરામ કરવા માટે, તેમજ બેસવા માટે જુદી જુદી જાતના આસને, બેઠક અને શયન કરવા માટે સુંદર શયનોની રચના કરવામાં આવી હતી, વળી એ ચિત્રસભામાં જાત જાતના નાટકે અને મને રંજન કાર્યક્રમ ગોઠવાતા હતા. હજારો લોકે અહીં ભેગા થતા હતા, અને ખૂબ મોજ માણતા હતા. આનંદ પ્રમોદમાં સમય કયાંય વ્યતીત થઈ જતે હતો. સુંદર વાવ, મનોહર બગીચા અને નાટક-ચેટક જોઈ જોઈ જન સમુહ ખૂબજ ખૂશી થતા હતા અને પુનઃ પુન: નંદ મણિયારની પ્રશંસા કરતે હતે. વાહ શેઠ વાહ! આ શબ્દ સાંભળતા નંદ મણિયારની છાતી ગજ ગજ કુલાતી હતી. એના આનંદનો કોઈ અવધિ ન હેતે, એના હૃદયમાં અનેરો આનંદ ઉભરાતે હતું, તે માનતે હતું કે મારું જીવન સફળ અને મારા પૈસા વસુલ.
તેમજ તે નંદ મણિયારે દક્ષિણ દિશાના ભાગમાં એક ભવ્ય ભોજનશાળા બંધાવી હતી. જે મહાનસ શાળાના નામથી એાળખાતી હતી, આ મહાનસ શાળામાં ઘણી વાર ભેજના સમારંભે ગંઠવાતા હતા, ૭૨ શાક અને ૩૩ પકવાન એમ ભાતભાતના અને જાતજાતના ભેજને આરોગી જનતા હજાર મુખે નંદ મણિયારના વખાણ કરતી હતી. પ્રશંસાના શબ્દ નંદ મણિયારના કાનમાં પડતા એનું હૈયું હર્ષથી હિલેળે ચડતું હતું. - પશ્ચિમ દિશાના ભાગમાં એક વિશાળ ઔષધાલય જેને આપણે આજે દવાખાનું અને હોસ્પીટલના નામથી ઓળખીએ છીએ. એ ઔષધાલયમાં અગણિત દરદીઓ ઔષધ લેતા અને