________________
ધર્મ તત્વ પ્રકાશ
સબતથી સદા તે દૂર રહે, કારણ કે તે સમજે છે કે મિથ્યાદષ્ટિ, ઉત્સવ ભાષી યા કહેવાતા સુધારક વ્યક્તિના સમાગમમાં આવવાથી મારા સમકિતને મલીન થતાં વાર નહિ લાગે. અરે સિદ્ધાંત વિરૂદ્ધ બેલનારના દર્શનમાં પણ તે પાપ માને અને એની વાત પણ ન સાંભળે.
સમકિતદષ્ટિ આત્મા મિથ્યાષ્ટિ, ઉસૂત્ર ભાષી યા આજના કહેવાતા સુધારકના લખેલા લેખે, યા તેના પુસ્તક વાંચવા તૈયાર ન થાય એટલું જ નહિ પણ તેનું પુસ્તક હાથમાં પણ ન લે, કારણ કે સમકિત એ મહાન કિંમતી રત્ન છે. એ આપણી ગફલતના કારણે યા બૂરી સંગતના કારણે ચા મિશ્રાદષ્ટિના પરિચયમાં લૂંટાઈ ન જાય, એવાઈ ન જાય તેનું તે પૂરતું ધ્યાન છે અને રાખે એનું જતન કરે છે. એની સાવધાનીપૂર્વક તેનું રક્ષણ કરે છે. સમક્તિદષ્ટિ આત્મા ક્યારે પણ મિથ્યાષ્ટિની, કે ઉત્સવ ભાષીની સ્તુતિ પ્રશંસા કરવા તૈયાર ન થાય કારણ કે તેમની પ્રશંસા યા વખાણ કરવામાં પણ મિથ્યાત્વની પુષ્ટિ થાય છે અને સમકિત મલીન બને છે. - જેવું તેવું ભોજન પેટમાં પધરાવવાથી જેમ પેટ બગડે છે, તેમ જેનું તેનું, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે સાંભળવાથી આત્મા બગડે છે. પેટ બગડે તે તે ઔષધોપચારથી સારું થઈ જાય, પણ જે આત્મા બગડે યા સમ્યકત્વ મલીન બને તે તેને શુદ્ધ થતાં વાર લાગે છે.
જે લોકે નિયમિત શ્રી નેશ્વર ભગવંતની વાણી શ્રવણ કરતા નથી, અને મહાવ્રતધારી સાધુ મહાત્માઓના સમ