________________
ધર્મ તવ પ્રકાશ
બધી વાત દેવે અવધિજ્ઞાનથી જાણી લીધી અને દેવને એ દુષ્ટ ઓરમાન માતા ઉપર ખૂબ રોષ ચડ્યો, તેની ખબર લેવાની ઈચ્છા થઈ પશુ આરામશોભાને દુઃખ થશે એમ સમજી વાતને જતી કરી, પણ તëણ લાડવામાંથી ઝેરને હરી લીધું અને તેમાં અમૃત સિચ્યું જેથી લાડવા સુગંધીદાર અને ખૂબ સ્વાદિષ્ટ બની ગયા. એટલે લાડવામાં જે સુવાસ હતી તે દૈવી સુવાસ હતી જેથી સૌ કેઈ આકર્ષાય અને સૌની ખાવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. - રાજા અને રાણી બને જણ ખૂબ પ્રેમથી લાડવા આગે છે અને ખૂબ જ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને ઠીક ઠીક ઈનામ આપી વિદાય આપે છે.
આરામશોભા દ્વારા અન્ય રાણીઓને પણ લાડવા મેકલવામાં આવ્યા. બધી રાણીઓ પણ સ્વાદિષ્ટ લાડવા આરોગી સંતુષ્ટ થઈ અને આરામશોભાના મા-બાપની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગી.
આરામશોભાના પિતા પ્રફુલ્લવદને પુષ્કળ પારિતોષિક મિળવી પિતાના ગામ તરફ પાછા ફર્યા અને પત્નીને સઘળી ય વીતકકથા કહી સંભળાવી. શું બધાએ લાડવા ખાધા? એમ પત્નીએ પ્રશ્ન કર્યો. જવાબમાં એના પતિએ કહ્યું-અરે લાડવા ખાઈને તે બધા ખૂબ ખૂબ ખુશ થઈ ગયા.
આ વાત સાંભળતા એના પેટમાં ફાળ પડી. એ તે અંદરની અંદર બળી ગઈ. આ શું મેં તે ઝેર નાયું હતું અને બધાએ આનંદથી ખાધા છતાં કેઈ ને કંઈ જ ન થયું!