________________
વ્યાખ્યાન ૮ મું
વર્ષો જૂની છે એ શી રીતે તેમણે જાણ્યું ? એ જ્ઞાનને વિષય આજે મેજૂદ નથી, ભૂતકાળ ભલે નષ્ટ થઈ ગયે પરંતુ જુની વસ્તુ મોજુદ છે ને ! તેના ઉપરથી ભૂતકાળનું જ્ઞાન પણ કરી શકાય છે. તિષ વિગેરે વિદ્યાઓ દ્વારા પણ તે વિદ્યાના સાચા અને સારા જાણકારે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો જાણી શકે છે અને તે સાચું પડે છે. કેટલીકવાર જોતિષીએનું કથન ખોટું પડે છે તેમાં તેના જાણકાર વ્યક્તિની ઉણપના લીધે તે જુદું પડે છે. જાણકાર સાચે હોય તે કદી ખોટું ન પડે. એટલે તિષ વિદ્યા દ્વારા ભૂતકાળ કે ભવિકાળનો વિષય મોજૂદ ન હોવા છતાં પણ તે જાણી શકાય છે. એક સાચી ઘટના
૬૦-૭૦ વર્ષ પહેલાની આ બનેલી સત્ય ઘટના છે. પંજાબમાં સરસા નામનું એક ગામ છે ત્યાં પ્રતાપચંદજી નામના એક યતિ રહેતા હતા તેઓ તિષ વિદ્યાના સારા જાણકાર હતા, એક વખત કારણસર બાજુના ગામમાં તેમને જવાનું થયું, વચમાં એક ઠાકોરનું નામ આવે છે ત્યાં તેઓ ગયા. આ ઠાકરે તિષીના કહેવાથી ખૂબ જ અનાજનો સંગ્રહ કર્યો હતો, કારણ કે તિષીએ કહ્યું હતું કે આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે. આ યતિશ્રી એજ ઠાકરની સભામાં હાજર થયા, કેમકે ઠાકોર સાહેબને આ યતિશ્રીને સારે પરિચય હતો જેથી તેઓ સભામાં પ્રગેશ કરતાં જ ઠાકર સાહેબે તેમને સરકાર કર્યો. થોડીવાર તેઓ ત્યાં બેઠા. પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં આવ્યા. થોડીવાર પછી યતિશ્રી જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે ઠાકરે કહ્યું, યતિશ્રી!