________________
વ્યાખ્યાન આઠમું
A
હતું કે આ વર્ષે દુકાળ છે, પાણીનું એક ટીપું પણ નહિ પડે, જેથી મેં અનાજને ખૂબ સંગ્રહ કર્યો અને પંડિત તે તિષના સારા જાણકાર અને વિશ્વાસુ છે, કદી તેમનું વચન મિથ્યા થતું નથી અને આ વખતે આમ કેમ બન્યું? - ઠાકર સાહેબની વાત સાંભળી યતિશ્રીએ જવાબ વાળે કે–ઠાકોર સાહેબ! પંડિતે જોતિષના સારા જાણકાર હશે! એ હકીકત છે. પરંતુ જોતિષનું જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ છે કે ન પૂછો વાત. * તિષમાં એક બારીક વસ્તુ એવા પ્રકારની હોય છે કે તેની આ તિષીઓને ખબર નથી. તિષીઓએ વર્તમાન ગ્રહ, સંસ્થા, લગ્ન વિગેરે જોઈને દુકાળ પડશે એમ જણાવ્યું. એ તેમનું કથન બરાબર છે પણ એક એવો સુંદર વેગ આ કુંડળીમાં થાય છે અને તે એટલે બધે બળવાન છે કે બીજા બધાને તે નિર્બળ બનાવી મૂકે છે. આ યોગના બળે દુકાળને બદલે સુકાળ થાય છે.
યતિશ્રીની ઝીણવટભરી અને વિદ્વતાભરી વાત સાંભળી બધાય પંડિતે આશ્ચર્યમુગ્ધ બની ગયા અને સૌ ખૂબ ખુશ થઈ ગયા. ઠાકર પણ રાજી થયા અને સૌએ યતિશ્રીને ખૂબ સત્કાર કર્યો.
આ વૃત્તાંત ઉપરથી એમ સમજી શકાય છે કે વરસાદ આવવાની કોઈ નિશાની નહોતી. તેને કઈ કારણો જણાતા નહોતા છતાં યતિ મહારાજે આ વાત જોતિષ વિદ્યા દ્વારા