________________
ધર્મ તત્વ પ્રકાશ
મોટી ભૂલ છે. આવા માણસે પાછા પિતાને આરાધક સમજે છે, આશ્ચર્ય થાય છે કે આવા લેકે ધર્મ શું પામ્યા ? ધર્મ પામેલો માણસ જેમ બધા અરિહતેને દેવ તરીકે માને તેમ જેટલા મહાવ્રત ધારી શુદ્ધ પ્રરૂપક હેય એ બધાને આપણા ગુરુ તરીકે માને.
કેટલાક પાછા તર્ક કરે છે કે બાપ તે એક જ હોયને! એનો અર્થ એ થયો કે પિતે માનેલાને જ એકને જ ગુરુ માનવા, બીજાને નહીં, એમ માનનારાઓ અને બોલનારાએ એ માર્ગમાં નથી, એ વસ્તુ બરાબર નથી અને આવી દેશના આપનારા ગુરુઓ એ શુદ્ધ ઉપદેશકની કેટિમાં આવી શકતા નથી, એ તે વ્યક્તિ રાગનું પિષણ કરનારા છે. દ્રષ્ટિરાગના પિષક છે.
સંથારાપરિસિમાં દરરોજ આપણે બોલીએ છીએ કેઅરિહતે મહદે, જાવજ જીવ સુસાહણે ગુરુ, જિણ પન્નત તત્ત ઈએ સમ્મત્તમાએ ગતિએ
આ ગાળામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે શ્રી અરિ. હંત ભગવાન એ જ મારા દેવ છે અને સુસાધુ ભગવતે એ મારા ગુરુ છે અને શ્રી જીનેશ્વરદેવે કથન કરેલો ધર્મ એજ મારો ધર્મ છે. મારી આ માન્યતા જાવાજીવ માટે છે. આવા સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પોતાને જ ગુરુ તરીકે મનાવવા અને એકને જ ગુરુ તરીકે માનવા એ દ્રષ્ટિરાગ છે. અને એવા દ્રષ્ટિરાગને માટે શાસ્ત્રકારો કહે છે કે