________________
વ્યાખ્યાન ૮ મું
૭૫
કેવળજ્ઞાનીનું જ્ઞાન કદી ઓછું વત્તે હેતું નથી. આ વિષયને જે બરાબર સમજી લેવામાં આવે તે આપણે અનેક તર્કવિતર્કો અને શંકાકુશંકાઓ રહેજે શમી જાય.
આ વિષયમાં કોઈ એ તર્ક કરે કે હજારો વર્ષ પહેલા થયેલા તીર્થકરે અને હજારો વર્ષ પછી થયેલા અને થનારા બધા તીર્થકરોને ઉપદેશ, બધા તીર્થકરોને મત અને બધા તીર્થકર દેવેની પ્રરૂપણું એક સરખી શી રીતે હોઈ શકે? આવા અનેક તર્કો ઉભા થાય અને એનું જે સમાધાન ન થાય તે સહેજે શ્રદ્ધામાં ઉણપ આવે છે. પરિણામે આત્મા શ્રદ્ધાભ્રષ્ટ બને છે. ધર્મકરણીમાં ઢીલો પડે છે. પણ જે ઉપરની વાત બરાબર સમજાઈ જાય તે કદી પણ શ્રદ્ધા-ભ્રષ્ટ થવાને પ્રસંગ ન આવે. માટે આપણે આ વિષયને વિશદરૂપે ચર્ચા રહ્યા છીએ. * આપણે ઉપર કહી ગયા કે હરેક તીર્થકરે અને કેવલી ભગવંતેનું જ્ઞાન સાચું અને પૂર્ણ હોય છે. એટલે તેમાં કોઈ કાળે લેશ પણ ભેદ કે ફરક પડતો નથી.
દાખલા તરીકે એને બે ચાર આ વાત તમે ગમે ત્યારે ગમે તેને પૂછશે તે સૌ કોઈ બેને બે ચાર જ કહેશે. ભૂતકાળમાં લાખો વર્ષ પહેલાં બેને બે ચાર હતા. વર્તમાનમાં પણ બેને બે ચાર છે અને ભવિષ્યકાળમાં પણ બેને બે ચાર જ રહેશે કેમકે એ સત્ય છે. સત્યમાં અંશ માત્ર પણ ફરક પડેતે નથી. પણ ફરક અને ભેદ અસત્યમાં અને અપૂર્ણમાં પડે છે. કોઇ બેને બે સાડા ત્રણ કહે અને કોઈ બેને બે પાંચ કહે એમ જૂઠમાં અને અપૂર્ણમાં અનેક ભેદ પડશે..