________________
૭૩.
વ્યાખ્યાન સાતમું
તેમનું સ્વાગત કરવા નગરવાસીજનેનાં ટોળેટેળા કીડીચારીની જેમ ઉભરાય છે. રાજા અને અન્ય રણ આરામ શેભાના દર્શન કરી હર્ષથી ડોલી ઉઠે છે. રાણીના મસ્તક પર બગીચે નિહાળીને નગરજનોના આશ્ચર્યનો પાર ન રહ્યો, સૌ એકી અવાજે બેલવા લાગ્યા આ શું આશ્ચર્ય! દેવી પ્રભાવસંપન્ન મહારાણીને નિરખતાં નગરજનેના આનંદને કેઈ અવધિ ન રહ્યો. નગરમાં પ્રવેશ કર્યા પછી રાજા આરામશોભાને મહારાણી પદે સ્થાપન કરે છે.
આ તરફ આરામશેભાના પિતા પિતાના ઘર તરફ સીધાવી ગયા. ઘેર ગયા પછી આરામશોભાની ઓરમાન માતાની કુક્ષિથી એક પુત્રીનો જન્મ થાય છે, જેમ જેમ તે પુત્રી મટી થાય છે તેમ તેમ તેની માતા મનમાં અનેક સંક૯પ વિકલ્પ કરે છે, અને મનમાં વિચારે છે કે કઈ પણ રીતે આરામશોભાને મારી નાંખી, હું મારી પુત્રીને રાજા સાથે પરણાવું!
આવા વિચારોની ગડમથલ ઓરમાન માતાના મનમાં ચાલી રહી છે, આ સંસાર કે સ્વાર્થી છે અને કેવા કપટ જાળથી ભરેલો છે, એારમાન માતા હવે પિતાના ભાવ ભજવે છે અને આરામશોભાને મારી નાખવા કેવા કેવા કાવત્રા રચે છે, તેને દુઃખમાં નાંખવા કેવી કેવી પ્રવૃત્તિ અને હીલચાલ કરે છે, એ વગેરે હકીકત અગ્રે વર્તમાન.