________________
૭૦
ધર્મ તત્વ પ્રકાશ અને આ મારે નહિ, આ મોહમાં સંસાર કેટલો વધી જાય! આ બધી બાબતોને વિચાર વર્તમાન ધર્મગુરુઓ અને ઉપદેશકે નહીં કરે તે બીજે કેણ કરશે? આ બધી વસ્તુ ખૂબ બારીક દ્રષ્ટિએ વિચારવા લાગ્યા છેહવે આપણે ચાલુ વિષય પર આવીએ.
અરિહંત મહદેવ ” આ ગાથાને અર્થે ખૂબ જ વિચારવા જેવો છે. શ્રી અરિહંત પરમાત્મા એ જ અમારા દેવ છે, એટલે ભૂતકાળમાં એનંત તીર્થંકરો થયા, વર્તમાનકાળમાં વીસ તીર્થંકર વિચરી રહ્યા છે, અને ભવિષ્યકાળમાં થનારા બધાજ તીર્થકર એ અમારા દેવ છે, પછી તે પાંચ ભારતના હોય, પાંચ એરવતના હોય કે પછી પાંચ મહાવિદેહના હોય! પંદર ક્ષેત્ર પકીના ત્રણે કાળના તીર્થકરો એ અમારા દેવ છે, એટલે એ અમારા પરમાત્મા છે, સમાકેત દ્રષ્ટિ આત્મા આવી શ્રદ્ધાવાળા હોય
એક તીર્થંકરની પૂજા-ભક્તિ અને જાપ કરનાર જે બીજા તીર્થકરને ન માને તે તે સમકિત દ્રષ્ટિ નહીં બલકે મિથ્યાદ્રષ્ટિ છે. ભલે તમે એક તીર્થકરની પૂજા, ભક્તિ, ઉપાસના અને જાપ કરે, પરંતુ બીજા તીર્થકરો પણ પૂજા અને સેવ્ય છે, આવું માને તે જ સમકિતકની ગણતરીમાં આવી શકે. બધા તીર્થકરેને માનતે હોય પણ તે અમુક તીર્થકરોને માનતું ન હોય તે એ સમકિત દ્રષ્ટિ નથી. બધાય તીર્થકરના બધાય વચનને માતે હોય અને જે