________________
વ્યાખ્યાન ૬૭
વર્તમાન કાળમાં લૌકિક કેળવણીમાં આગળ વધેલા ભણેલા ગણેલા હોંશિયાર માણસે ઘણા છે. જેમણે મોટી મોટી ઉપધિઓ-ડીગ્રીઓ મેળવી છે. આમ છતાં ધાર્મિક વિષયમાં તેઓ ખૂબ જ પશ્ચાત્ છે, પાછળ છે અને તેથી જ ધમક્રિયા, આચાર, વિચાર અને રહેણી કરણીમાં શિથિલ છે. આ બધાનું મૂળ કારણ આ ભણેલા વર્ગને આ મા, પરમાત્મા અને કર્મ વગેરે ત પર શ્રદ્ધા અને વિશ્વાસ નથી. આ વિષયના જાણકાર સદગુરુઓના સમાગમમાં કદી તેઓ આવતા નથી અને સટ્ટગુરુના સમાગમ વગર ગમે તે ડાહ્યો અને નિપુણ માણસ પણ કત્વને પામી શકતું નથી. માટે જ અનુભવીએ કહે છેવિના જુદા જુળની જિmો સર્વ ર જાનાર વિશક્ષs भाकर्णदी?जवल लोचनोऽपि दीपं विना पश्यति मांधकारे" - ગુણીયલ ગુરુની સેબત વિના વિચક્ષણ માણસ પણ તત્વને જાણી શકતો નથી. જેમ આખો ગમે તેટલી મોટી અને તેજસ્વી હેય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકાતું નથી, તેમ સમજુ અને હોંશિયાર માણસને પણ સદગુરુના સમાગમમાં આવવાની અત્યંત આવશ્યકતા છે. વ્યવહારમાં માણસ ગમે તેટલે હોંશિયાર હોય, ગમે તેટલું ધન ભેગું કર્યું હોય, મહાન ધનવાન હેય છતાં અને તે આ જન્મ પૂરો થતાં બધું અહીં મૂકીને વિલે મેઢે ચાલતા થવાનું છે એ વાત નિર્વિવાદ છે.
આત્મા અહીંથી કર્માનુસાર બીજો જન્મ લે છે. યાને પરલોક સીધાવે છે. કારણ કે આત્મા અમર છે માટે જ ગીતાજીમાં પણ કહ્યું છે કે