________________
વ્યાખ્યાન સાતમું. ન જ
ગયા વ્યાખ્યાનમાં સાચી શ્રદ્ધા વિશે આપણે થોડુંક વિવેચન કરી ગયા છીએ, હવે આ જ વિષય અહીં આગળ ચાલે છે. સુગુરુ કોણ?
પ્રથમ આપણે સુગુરુ કોણ અને કુગુરુ કે? એ સમજાવીશુ.
સિદ્ધાંત મુજબની જેની પ્રરૂપણ હોય અને જે પચ મહાવ્રત ધારી હેય એ બધાય સુગુરુની કોટિમાં આવે છે, એ બધા જ આપણું ગુરુ છે.
આપણું પરમાત્મા વીતરાગ છે. યાને રાગદ્વેષાદિ ૧૮ દૂષણોથી રહિત છે. મતલબ અઢાર દૂષણ રહિત વીતરાગ એવા શ્રી જીનેશ્વર દેવ આપણું પરમાત્મા છે, અને એમણે કથન કરેલા આગમ-સિદ્ધાંતે તે મુજબ જેની દેશનાપ્રરૂપણા અને કથન હેય એવા મહાવ્રત ધારી ત્યાગી સંત જ સુગુરુ છે. અને જીનેશ્વર ભગવંતે કથન કરેલે દયામય ધર્મને ધર્મ તરીકે માને એનું નામ સુધમે છે.