________________
ધર્મ તત્વ પ્રકાશ
"नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः જ જૈને રાઘા શાતિ મહત” મતલબ આત્માને ગમે તેવા તીર્ણ શસ્યા પણ છેદી ભેદી શકતા નથી, ગમે તે પ્રબળ અગ્નિ પણ બાળી શકતા નથી. ગમે તે મહાન સ્વયંભૂરમણ સમુદ્ર કેમ ન હોય પણ તે આત્માને ડૂબાડી શકતું નથી અને ગમે તે પ્રચંડ પવન પણ આત્માને સુકવી શકતું નથી કારણ આત્મા અમર છે. અખંડ છે અને અવિનાશી છે.
એટલે આત્મા અહીંથી જ્યારે પહેલેકમાં સિધાવે છે ત્યારે અહીંના શરીરને છેડીને ત્યાં બીજું શરીર ધારણ કરે છે, અહીંની કોઈ પણ વસ્તુ સાથે આવતી નથી. ભક્ષ્ય અભક્ષ્ય અને પેય અપેયને વિવેક મૂકી રાતે અને દિવસે જાનવરની જેમ ખા ખા કરી શરીર ઋષ્ટપુષ્ટ બનાવે તે ય તેને અહીં જ મૂકીને જવાનું છે. જેની અંતે રાખ થવાની છે. - સત્ય તત્વને જાણવા માટે આપણે કશી જ મહેનત કરી નથી. આથી મેળવેલું દુર્લભ માનવ જીવન નિષ્ફળ જાય છે. માટે મળેલી દુર્લભ સામગ્રી નિષ્ફળ ન જાય તે માટે દરેક સમજુ આત્માએ ત્યાગી સાધુ મહાત્માઓના સમાગમમાં આવીને, ધર્મનું સ્વરૂપ સમજીને, શ્રદ્ધાને જીવનમાં કેળવીને ધર્મની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ.
૦૦૦૦૦૦૦