________________
ધર્મ તત્વ પ્રકાશ
આ સંસારમાં મહા ભાગ્યશાળી ભાવિભદ્રવાળા આત્માઓ જ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનને ત્યજી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પામી શકે છે. આ જગતમાં જે કઈ વસ્તુ મેળવવા લાયક હોય છે તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં સ્વર્ગ અને મોક્ષના સુખે તો હાથવેંતમાં જ છે. સમ્યગ્દર્શન પામેલા આત્માઓને સંસાર પરિમિત બને છે. જેનું પ્રથમ માન-પ્રમાણ નહોતું, કાળની કોઈ મર્યાદા નહોતી, પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં ફક્ત અર્ધ પુગલ પરાવર્ત કાળમાં જ આત્મા મોક્ષને મેળવી શકે છે. જેને શ્રી જિનેશ્વરદેવના કથન કરેલા સિદ્ધાંત આગમ–ઉપર પૂર્ણ શ્રદ્ધા છે એ સમકિતદષ્ટિ છે. શુહભાવથી ધર્મ કરનારે એ આત્મા આરાધક કટિમાં આવે છે.
શ્રી ભગવતીજી સૂત્રમાં ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી ભગવાને પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ
'तमेव सच्च निस्संक जं जिणेहिं पवेइयं' એટલે શ્રી જિનેશ્વર દેએ જે કહ્યું છે તે નિસંક છે. અને તે જ સાચું છે, એમ માનનારે સમક્તિ દષ્ટિ છે. નવે. તત્વ પ્રકરણમાં પણ કહ્યું છે કે –
aa૬ કિલર માલિશ વાળા નન્ના સુતા इअ बुद्धि जस्समणे सम्मत्त' निश्चलं तस्स ।।
જીવાજીવાદિ નવ પદાર્થોને જે યથાર્થ સ્વરૂપે જાણે છે અને શ્રદ્ધાપૂર્વક માને છે તે સમકિત દષ્ટિ છે અથવા જે