________________
વ્યાખ્યાન ૫ મું
પ૭
સમકિતના ૬૭ બેલની સુંદર સજઝાય રચી છે. જે અવશ્યચિંતન-મનન કરવા ગ્ય છે.
નંદ મણિયાર ભગવાન મહાવીર સ્વામીના સમાગમમાં આવતાં શ્રદ્ધા-સંપન્ન-આરાધક બને છે, પણ થોડા વખત પછી સત્સંગના અભાવે તે મિથ્યાત્વી બની જાય છે. મતલબ શ્રદ્ધા ભ્રષ્ટ થતા વાર લાગતી નથી, માટે જ તેનું ખૂબ જતન અને રક્ષણ કરવાનું છે. શાસ્ત્રકારો કહે છે કે –
ar vમ યુદ્ધદા” શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. લાડી, વાડી અને ગાડીની મોજ માણસ માણી શકે છે, બાગ, બગીચા અને બંગલાને માલિક બની શકે છે અને અનેક વસ્તુ પર પિતાનું પ્રભુત્વ ધરાવી શકે છે, પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ તે અનંત ભવમાં પણ આત્માને દુર્લભ હેાય છે. - કેટલીક વાર સિદ્ધાંતના સૂફમ વર્ણને શ્રવણ કરતાં જ્યારે એ વિષય આપણા મગજમાં ન બેસે ત્યારે આપણી શ્રદ્ધા ડગમગી જાય છે. તર્ક-વિતર્કના ચક્કરે ચઢીએ છીએ ત્યારે શ્રદ્ધામાં ઓટ આવે છે. આત્મા મુંઝાય છે. શ્રદ્ધામાં ખામી અને ઉણપ આવે છે. તેવા ટાણે આપણે વિચાર કરે જોઈએ કે હું કોણ? મહા અજ્ઞાની, અલ્પમાં અ૯પ બિંદુ જેટલું મારું જ્ઞાન, પીઠ પાછળનું પણ મને જ્ઞાન–ભાન નથી, કાલે શું થશે તેની મને ખબર નથી, ઘડી પછી કેવી વિચિત્ર સ્થિતિમાં મૂકાઈ જઈશું તેને ખ્યાલ નથી અને મોટી મોટી