________________
પદ
ધર્મ તત્વ પ્રકાશ
રીમાં મૂકીએ છીએ. બેવાઈ ન જાય, કેઈ લઈ ન જાય અને લૂંટાઈ ન જાય તેની પૂરતી કાળજી રાખીએ છીએ પણ સમ્યગ્દર્શન માટે એવી તાલાવેલી નથી. એક હેન્ડબલ કે છાપું પણ આપણી શ્રદ્ધાને ચળ-વિચળ કરી નાંખે છે. વાસ્તવમાં સમ્યગ્દર્શનના મહિમાનું આપણને જ્ઞાન નથી, સમકિતની આપણને કિંમત નથી. એટલે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેનું સાંભળવા-વાંચવા તૈયાર થઈએ છીએ અને આપણે શ્રદ્ધાથી પતિત બનીએ છીએ.
માટે યાદ રાખો-લખી રાખે અને હત્યમાં કેતરી રાખે કે-શ્રદ્ધા એ અપૂર્વ વસ્તુ છે. શ્રદ્ધા એ બેનમુન રત્ન છે, શ્રદ્ધા એ તે કામધેનુ કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન કરતાં પણ અત્યધિક છે. આ રને તે ભૌતિક છે. એક જન્મમાં ઉપગમાં આવે તેવા છે. ત્યારે શ્રદ્ધારૂપ રત્ન તે આત્માને જન્મ જન્મમાં ઉપયોગી બની ઠેઠ મુક્તિ સૌઘમાં લઈ જાય છે.
શ્રદ્ધા એ શુદ્ધ વિચારે પર નિર્ભર છે. શ્રદ્ધાનો આધાર શુદ્ધ વિચારો પર છે અને વિચારો મન પર આધાર રાખે છે, અને મને ખૂબ જ ચંચળ છે. ખરાબ સંસર્ગના કારણે યા કુતર્કોના કારણે વિચારેને મલિન થતાં વાર નથી લાગતી. શ્રદ્ધા ચાલી જતા વાર નથી લાગતી, મહા મુશીબતે મેળવેલું સમક્તિ જે આપણે એમ સામાન્ય નિમિત્તોમાં હારી જઈએ તે આપણને જ ઘણી મોટી ખોટ પડવાની માટે જ સમક્તિને ટકાવવા માટે શાસ્ત્રકારોએ ૬૭ બોલ જણાવ્યા છે, પ્રકાંડ વિદ્વાન શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે