________________
ધર્મ તત્વ પ્રકાશ
કર્મને નાશ કરી સર્વજ્ઞ અને સર્વદશી અને પછી તેને જાણવા જેવા માટે ઈન્દ્રિયોની જરૂર નથી. આત્મા સ્વયં લોક-અલકને, રૂપી-અરૂપીને, જડ અને ચેતનને જાણી શકે છે-જોઈ શકે છે.
કેટલીક વખત આપણને વિપરીત જ્ઞાન થાય છે, ભ્રમણા પણ થાય છે, કેટલીક વાર ખોટું જ્ઞાન થાય છે. આ બધું કર્મ જન્ય છે. આત્માના પિતાના સ્વભાવમાં જરા પણ ભ્રમણ નથી આત્મા તે સ્વરૂપે પૂર્ણ અને શુદ્ર છે. જેમકે-જળ
ખુ અને નિર્મળ હોય છે પણ જ્યારે એમાં કચરો પડ્યો હેય ત્યારે તે અશુદ્ધ અને ડહેલ્થ દેખાશે એ અશુદ્ધતા અને ડહેળાપણું પાણીમાં કયરાના સંગથી એટલે પર સંગથી છે. પણ પાણી તે શુદ્ધ જ છે. ક્યારે નીચે બેસી જતા પાણીની નિમળતા માલુમ પડે છે. તેમ આત્મા પણ સ્વરૂપે શુદ્ધ છે, નિર્મળ છે પણ વર્તમાનમાં કમરૂપ કચરાથી અશુદ્ધ બને છે. એ કર્મની મલીનતાથી અજ્ઞાન તામાં રમી રહ્યો છે આ અજ્ઞાનતા કર્મજન્ય છે. આ અજ્ઞાનતાના કારણે જ સત્ય વસ્તુનું ભાન થતું નથી, સત્યને અસત્ય સમજે છે અને અસત્યને સત્ય સમજે છે.
એટલે મતલબ એ થઈ કે જે વસ્તુ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ જાણે. એનું નામ જ સમ્યજ્ઞાન
ઈતર લેકે પણ તીર્થકર દેના ચરિત્રે વાંચે છે, વિચારે છે અને ભગવાન મહાવીર આજથી અઢી હજાર વર્ષ પહેલા થયા એમ જાણે છે. પણ તેમને પરમાત્મા તરીકે માનતા