________________
વ્યાખ્યાન ૪ થું
નથી, એ બીજાને પરમાત્મા માને છે. તેથી તેમનું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન ન કહેવાય એમ તે ઇતર લેકે પણ આપણું શાસ્ત્રો વાંચે છે, તેમાં કથન કરેલા પદાર્થો અને પદાર્થોનું સ્વરૂપ પણ જાણે છે પણ તે પ્રમાણે માનતા નથી, તેને તે સ્વરૂપે સવીકારતા નથી.
જ્યારે આત્માને સાચી વસ્તુને ખ્યાલ આવે ત્યારે તેને મિથ્યા કે બેટી વસ્તુને ફેંકી દેવી જોઈએ. સાચું માનવું અને સાચું જાણવું એનું નામ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
ધર્મના પ્રભાવ ઉપર આરામ શોભાની કથા ચાલી રહી છે. આસમશેભાની કથા - રાજાની આજ્ઞાથી મંત્રી આરામશોભાને બોલાવવા જાય છે. દૂરથી મંત્રીએ તેણીને બૂમ પાડી અને કહ્યું, બહેન ! જરા ઉભી રહે. એટલે છોકરી ઉભી રહી. એટલે બગીચે પણ ઉભે રહ્યો, મંત્રીએ કહ્યું, બહેન ! તું કેમ દેડે છે? વિદ્યુતપ્રભાએ કહ્યું મારી ગાયે ભાગી ગઈ છે અને વાળવા જઉં છું. ત્યારે મંત્રીએ કહ્યું, તું ના જઈશ. અમારા માણો તારા ઢેરેને પાછા વાળશે તું દોડે છે, એટલે આખો બગીચો દેડે છે અને ઝાડ સાથે બાંધેલા હાથી, ઘેડા વિગેરે પણ દેડવા લાગે છે અને અમે બધા મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ.