________________
વ્યાખ્યાન ૪ થું એટલે આંખને જોવાનું સાધન જેમ ચશ્મા છે તેમ જુએ છે આત્મા પણ આત્માની કમજોરીને લઈને જોવા માટે આંખની જરૂર પડે છે. એ કમજોરી જે દૂર થાય તે આત્મા સ્વયં જુએ. પછી તેને આંખ વિગેરે સાધનની જરૂર રહેતી નથી, આત્મા ત્રણે લેક, ત્રણે કાળને અને તમામ દ્રવ્ય અને તમામ પર્યાને જોવા-જાણવાન મહાન જબર તાકાત ધરાવે છે.
તેવી રીતે સાંભળવા માટે કાન એ સાધન છે. કાન જ્યારે કમજોર બને છે ત્યારે સાંભળવા માટે યંત્રને ઉપયોગ કરવામાં આવે છે પણ યંત્ર એ કંઈ સાંભળનાર નથી. સાંભળનાર તે કાનજ છે. પણ ખરી રીતે કાન પણ સાંભળતા નથી. સાંભળનાર આત્મા છે. કાન એ સાંભળવાનું સાધન છે. આત્માની કમજોરીને લઈને સાધનની જરૂર પડે છે.
મડદાના મુખમાં સાકર મૂકશે તે તેને સ્વાદ મડદાને નહિ આવે કારણ કે સ્વાદને અનુભવ કરનાર આત્મા શરીર, માંથી નીકળી ગયો. એટલે આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે જાણવું અને જેવું એ આત્માને મૂખ્ય ગુણ છે. જાણવું અને જેવું એ એને સ્વભાવ છે.
જાણવા અને જેવાને આ સ્વભાવ આત્મા સિવાયના કઈ પણ પદાર્થને નથી એટલે આત્મા સિવાયના તમામ પદાર્થો જડ છે. છ દ્રવ્યમાં એક ચેતન સ્વરૂપ જે કઈ હોય તે તે આતમા છે. - અત્યારે આપણને જાણવા અને જોવા માટે પાંચ ઈન્દ્રિયાની જરૂર પડે છે. પણ કર્મથી દબાયેલે આત્મા ઘાતિ