________________
ધર્મ તત્વ પ્રકાશ
નશાન રાત્રિાળિ મોક્ષના એ સૂત્ર મૂકી આપણને સમજાવે છે કે સાચી શ્રદ્ધા, સાચુ જ્ઞાન અને સાચી આચરણ આ ત્રણ વસ્તુ વગર કઈ પણ આત્માને ઉદ્ધાર થયો નથી અને થશે પણ નહિ. જે જે આત્મા મોક્ષે સીધાવ્યા છે એમાં આ ત્રણને જ પ્રભાવ છે. તેઓ આ ત્રણની આરાધના કરીને જ ગયા છે. આ ત્રણ ગુણ આત્મામાં સત્તામાં છે પણ પ્રગટ નથી આ ગુણેને દબાવનાર ઘાતિક છે. જેમ જેમ તેનું જોર ઘટશે તેમ તેમ તેના ગુણે પ્રગટ થશે અને અંતે આત્મા પરમપદને પ્રાપ્ત કરશે.
સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા માર્ગમાં રહીને અભ્યાસ કરવામાં આવે તે જરૂર આત્માના ગુણે પ્રગટ થાય અને આત્મા ઉપર રહેલી કમની સત્તા નાશ પામે એ નિસંદેહ હકીકત છે.
જ્ઞાન અને દર્શન એટલે જાણવું અને જેવું. એ આત્માને મુખ્ય સ્વભાવ છે. આજે આપણે આંખથી જોઈએ છીએ પણ જેનારે કેણ છે? આંખ જુએ છે? ના.
આત્મા શરીરમાંથી નીકળી ગયા પછી કેડા જેવી મોટી આંખો હેય તેય મડદુ જોઈ શકતું નથી. કારણ કે જેનારે ગયે, જેનાર આત્મા છે. આંખ જેતી નથી પણ આંખ દ્વારા આપણે જોઈએ છીએ. આંખ એ જોવાનું સાધન છે, જેમકે કેઈની આંખ કમજોર થઈ ગઈ હોય, ચશ્માં આવ્યા હોય, ત્યારે તે આંખે ચશ્મા ચઢાવે છે. તે વખતે ચશ્મા જુએ છે કે આખ? કહેવું જ પડશે કે ચશ્માં જેતા નથી પણ આંખ જુએ છે. પરંતુ આંખની કમજોરીને કારણે ચમાની જરૂર પડે છે,