________________
: વ્યાખ્યાન ૪ થું. '
શાસ્ત્રકાર આર્યશ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજ દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં ધર્મનું સ્વરૂપ વિગેરે મહત્વના વિષયે સમજાવે છે. તેમાં ગયા ત્રણ વ્યાખ્યાનમાં ધર્મ કેને કહેવાય? અને તેની જીવનમાં કેવી અગત્ય છે એ આપણે કંઈક અંશે સમજાવી ગયા. હવે વિષય આગળ ચાલે છે.
આત્મા જે પોતાના સ્વભાવમાં આવી જાય તે આ સંસાર સમુદ્ર તરી જતા વાર લાગે નહિ. અને કેવળજ્ઞાન પ્રગટ થતા વાર લાગે નહિ. આત્માની કિંમત તેના સ્વભાવમાં છે. આત્મા જે તેના સ્વભાવને છોડી દે તે તેની કશી કિંમત નથી. જેમ કે-સાકરમાં ગળપણ છે તે સાકરની કિંમત છે. જે સાકરમાંથી ગળપણ બીલકુલ નીકળી જાય તે સાકરની કશી કિંમત નથી. સાકરના થેલાના થેલા ભરેલા હોય પણ તેમાં જે ગળપણ ન હોય તે તેને કઈ માટીની જેમ ઘરમાં નાંખવા પણ તૈયાર ન થાય. તેવી જ રીતે આત્મા પિતાના સ્વભાવમાં ન હોય તો તેની કશી કિંમત રહેતી નથી. અને આત્માને સ્વભાવ આત્માથી જુદા પડતા નથી. ગમે તેટલે કાળ ગયે અને ગમે તેટલે કાળ જશે તે પણ આત્માને સ્વભાવ આમામાં જ