________________
ધર્મ તત્વ પ્રકાશ
છેવટે મંત્રી વિદ્યુતપ્રભાને રાજાની પાસે લઈ આવ્યું. રાજા તે વિદ્યુતપ્રભાને જોઈને જ આભો બની ગયે. વિદ્યુતપ્રમા રૂપરૂપની અંબાર જેવી સુંદર હતી. રાજાએ તેના ચિન્હ ઉપરથી કુંવારી છે એમ જાણી લીધું. મંત્રીની સામે જોયું એટલે મંત્રી સમજી ગયે અને મંત્રીએ વિદ્યુતપ્રભાને કહ્યું કે, તું મહારાજાની રાણ થા. મંત્રીના પ્રશ્નના ઉત્તરમાં તેણીએ કહ્યું, મારા પિતાજી જાણે, મંત્રીએ તેના પિતાનું ઠામઠેકાણું પૂછયું. રાજાએ મંત્રીને હુકમ કર્યો, મંત્રીશ્વર ! જાવ એના પિતાને અહીં બોલાવી લાવે.
મંત્રી છોકરીના બાપને બોલાવવા ગયો છે. છોકરીને બાપ આવશે ત્યાં સુધી છોકરી પણ ઉભી છે, બગીચે પણ ઉભે છે, રાજાના માણસે તેણુના ઢોરની ખબર રાખી રહ્યા છે એટલે તેણીને હવે કશી ફિકર નથી. હવે અહીં શું બનાવ બને છે? તેના પિતા પાસે મંત્રી-રાજા માટે વિદ્યપ્રમાની માંગણી કરશે. તે હા પાડે છે કે ના ! શું બનાવ બને છે તે અગ્રે વર્તમાન.