________________
વ્યાખ્યાન ૩ જુ
રાગ ઉત્પન્ન થાય છે અને અનિષ્ટ વસ્તુને સંગ થતાં આત્માને ઠેષ ઉત્પન્ન થાય છે. આ પરસ્વભાવને લઈને જ આત્માની ખરાબી છે, માટે જ કહ્યું છે કે – અન્ય સગી જિહાં લગી આતમારે સંસારી કહેવાય
જ્યાં સુધી અન્યને એટલે કમને સાગ છે ત્યાં સુધી સંસાર છે. કમ એજ પરભાવ, પરભાવમાં આત્મા અનાદિ કાળથી અથડાઈ રહ્યો છે. દુઃખી દુઃખી થઈ રહ્યો છે, નક નિગોદની તીવ્ર યાતનાઓ અને ભયંકર વેદનાઓને ભેગ બન્યા છે. આજ સુધી અનાદિ કાળથી આપણે અનંત જન્મ-મરણ કર્યા તેનું મુખ્ય કારણ આત્માની પરસ્વભાવમાં રમણતા, પર પરિણતિમાં આસક્તિ.
પર સ્વભાવ કહે કે વિભાવદશા કહે, યા પર પરિણતિ કહો વાત એક જ છે.
આપણા સ્વભાવને પીછાણ એ બહુ ભારે વસ્તુ છે. કારણ કે ક્યારેય એને આપણને અનુભવ થયે નથી. અનેક સ્વભાવથી અત્યારે આપણો આત્મા ઘેરાયેલો છે, તેનાથી આ સ્વભાવ આપણે છે એમ જાણવું બહુ મુશ્કેલ છે. પણ સાંભળતા સાંભળતા વિચારતા વિચારતા અને તેની તપાસ કરતાં કરતાં જરૂર સ્વભાવને પીછાણી શકીશું. આ વિષય બહુ બારીક છે. જેને ફલેફી, તત્વજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, અધ્યાત્મવાદ, આત્મવાદ, વગેરે શબ્દથી નવાજવામાં આવે છે, તેમાંય જૈન દર્શનનું તત્વજ્ઞાન તે ઉચ્ચ કેટિનું છે. તેના કર્મવાદ અને આત્મવાદ વગેરે વિષયે પર લા કલેકે લખાયેલા છે. આત્મા આદિ