________________
વ્યાખ્યાન ૩ જુ
૨૫
ધર્મ આત્મામાં છે. ધર્મ એ કેઈ બહારની વસ્તુ નથી; ગાંધીની દુકાને તેનું પડીકુ મળતું નથી, જે ધર્મ એ આત્મામાં છે તે પછી મંદિર અને ઉપાશ્રયે જવાની શી જરૂર? આ બધા પ્રશ્નોનું જે સમાધાન ન થાય તે ઉલટી શંકા પડે અને શંકા પડવાથી શ્રદ્ધામાં વાંધે આવે અને એનું પરિણામ ન ધાયું આવે. માટે જ ગીતાજીમાં કહ્યું છે કે “áશયામાં વિનરૂર” જે સંશયશીલ હોય છે એનો અંતે વિનાશ થાય છે, મતલબ એનું અધઃ પતન થાય છે. માટે આ બધી વસ્તુ સદ્દગુરુની સમીપે સમજી લેવાની ખાસ જરૂર છે, આ બધી વસ્તુ સમજવા માટે સગુરુના સમાગમની જરૂર છે, આ બધા આલંબનો છે, અને સારા નિમિત્તો છે. ધર્મના માટે આલંબનની પણ અત્યંત આવશ્યકતા છે.
ત્યારે હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. ધર્મ એટલે શું? શાસ્ત્રકારો સમજાવે છે કે “વધુ વાવો ઘમ્પો” વસ્તુને સ્વભાવ એનું નામ ધમ. જેમ કે સાકરમાં ગળપણ એ એને સ્વભાવ છે, મરચામાં તીખાશ, મીઠામાં ખારાશ, ફટકડીમાં તુરાશ, લીંબડામાં કડવાશ અને કરિયાતામાં કડવાપણું એ એને ધર્મ છે. પિતાને સ્વભાવ પોતાનામાં જ રહે છે, એ સ્વભાવ લાવવા માટે બીજી કઈ વસ્તુની જરૂર પડતી નથી, જેમ કે સાકરમાં મીઠાશ છે, એ મીઠાશ બહારથી લાવવી પડતી નથી પણ મીઠાશ એ સાકરના ઘરની છે. મીઠાશ એ સાકરની પિતાની છે, દુધને ગળ્યું કરવા તેમાં સાકર નાખવી પડે છે પણ સાકરને ગળી કરવા કંઈ સાકર નાંખવી પડતી નથી. મરચામાં તીખાશ છે એ એના પિતાના ઘરની છે.