________________
વ્યાખ્યાન ૩ જુ. શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી આર્યશય્યભવસૂરિજી મહારાજ શ્રી દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં ચાર વસ્તુ સમજાવે છે. પ્રથમ ધર્મનું સ્વરૂપ, પછી ધર્મનું મહત્વ, ધર્મનું ફળ અને ધર્મ કેને ફળે? આ બધા વિષય સમજાવવાના છે.
આજે ઘણા માણસો ધર્મકિયા કરે છે, સામાયક, પિષધ, પ્રતિકમણ અને પૂજા પણ કરે છે, પણ જે એને પૂછવામાં આવે કે-ધર્મ એટલે શું? તે તેઓ માથુ ખજવાળશે. એ જવાબ નહિ આપી શકે ! ધર્મ કોને કહેવાય ? ધર્મ શેમાં છે? આ બધી વસ્તુ સારી રીતે સમજી લેવાની જરૂર છે, નહિતર આટ આટલી ધર્મ ક્રિયા કરવા છતાં ધર્મ એટલે શું ? એ વાતને જે જવાબ ન આપી શકીએ તે બે માણસમાં હાંસીપાત્ર બનવું પડશે અને સમજ્યા વગર જ ધમ કિયા કયે જાય છે એથી શું ફાયદો એમ સાંભળવું પડશે. ઘણા માણસો પોતે ધર્મ કિયા કરી શકતા ન હોય એટલે આ રીતે ધર્મ કિયા કરનારને ઉતારી પાડે પણ એને પૂછોને તું તે સમજે છે ને? કેમ ધમ કરતે નથી? ત્યાં ચુપ રહેશે. ત્યારે ધર્મ શેમાં છે? એ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે