________________
૨૨
m
ધર્મ તત્વ પ્રકાશ aramingana mananaman બપોરે ઘેર આવે, ઓરમાન માતા વધેલું જેવું–તેવું ઠંડું, કાચુ-પાકુ, માખીઓથી ઘેરાએલ અને રસ વિનાનું ભજન આપે. ચૂપચાપ બિચારી ખાઈ લે. ઉપરથી કડવા વેણ સાંભળવાના જુદા. આમ કરતા તેની ઉંમર ૧૨ વર્ષની થઈ.
એક દિવસ ગાયે ચરાવવા જંગલમાં ગઈ છે. સમય મધ્યાહને છે. ગરમીની સખત મોસમ, છાયા અને વિશ્રામ માટે ઝાડ જ નહોતું એટલે એ ઘાસ ઉપર સૂતી હતી, ગાયે નિરાંતે ચરતી હતી, ત્યાં તે એક નાગ તેની પાસે આવ્યા. જેની આંખો લાલચોળ હતી. તેણે જીભ બહાર કાઢી હતી, કાળે ભ્રમર એ નાગ કુંફાડા મારી રહ્યો હતો, જેના કુફાડાથી ભલભલા દૂર ભાગી જાય અને ભયભીત બની જાય એવે એ નાગ હસ્તે જેના શરીરમાં નાગકુમાર દેવતા અધિષ્ઠિત થયા હતા. - આ નાગ આવતાની સાથે જ મનુષ્યની ભાષામાં બે કુમારી ! ઉઠ ઉઠ! આ શબ્દો સાંભળતા વિવત્ પ્રભા એકદમ ચમકી અને જાગી ગઈ, નાગ વિદ્યુતપ્રભાને કહેવા લાગ્યું કે અત્યારે હું તારા શરણે આવ્યો છું. મારું રક્ષણ કર. મને ભય છે. કારણ કે મંત્રવાદી મદારીએ મારી પાછળ પડ્યા છે, અને મને બાંધીને પકડી લેશે, માટે તું મને તારા ખોળામાં લઈ લે અને કપડું ઢાંકી દે જેથી મંત્રવાદીઓને ખબર પડે નહિ. હવે વિલંબ ન કરીશ. હું નાગકુમાર દેવથી અધિષ્ઠિત છું. જે મદારીઓ પકડવા આવે છે તેના મંત્રની અધિષ્ઠાયક દેવની આજ્ઞા ભંગ કરવા હું અસમર્થ છું. માટે તું મારુ રક્ષણ કર. તું ડરીશ નહિ. નાગરાજની વાણી સાંભળી વિદ્યુત