________________
વ્યાખ્યાન ૨
લગ્ન કરવાની વિનંતી કરી જેથી પિતાજીએ ફરી લગ્ન કર્યા, ઓરમાન માતા ઘરમાં આવી. નવી હોય એટલે બે ચાર દિવસ તે બરાબર ચાલ્યું. આરામશોભા સમજતી હતી કે મને મારી નવી મા મદદગાર થશે પણ એની એ ધારણા ખોટી પડી. ઉલટી એ-નવા-નવા હૂકમ છોડે છે અને શાંતિથી બેસવાય દેતી નથી. વાત-વાતમાં ધમકાવે, વાતવાતમાં ટકટક કરે. આરામશોભા તે અંદરથી ગભરાઈ ગઈ પણ થાય શું–લાચાર હતી. નવી મા તે ન્હાવા દેવામાંથી અને શણગાર સજવામાંથી ઉચે જ આવતી નહતી. આરામશોભા એક વખત એકાંતમાં બેસી વિચાર કરતી હતી કેમેં પિતાને મારા સુખ માટે પરણવાની વિનંતી કરી. પિતાજી પરણ્યા પણ મને તે સુખના બદલે દુઃખ આવીને ઉભુ રહ્યું પણ એમાં બીજાને શે દોષ? મારા જ અશુભ કમ ઉદયમાં આવ્યા એટલે મારે શાંતિથી ભોગવવા જ જોઈએ. ભગવ્યા વગર છૂટકે નથી. બીજા તો નિમિત્ત માય છે. માટે જ જ્ઞાનીઓ કહે છે –
सन्धो पुवाकयाणं कम्माणं पावए फल विवागं अवराहेसु गुणेसु य निमित्त मित्तं परोहोइ આપણને જે કંઈ સુખ-દુઃખ મળે છે. એ આપણા પૂર્વ ના શુભા-શુ મ કર્મનું જ ફળ છે. અમુકે મારુ સારુ કર્યું, અમુકે મારુ ખરાબ કર્યું, અમુકે મારે બગાડ કર્યો પણ સમજવું જોઈએ કે આ બધા તે નિમિત્ત માત્ર છે, આ રીતે આરામશોભા વિચાર કરે છે અને શાંતિથી બધુ સહી લે છે. - એ જ ગાયે ચરાવવા જંગલમાં જતી હતી, ત્યાંથી