________________
વ્યાખ્યાન ૨ જું
A-
- - - -
- -
છે કારણ કે મહેનત અને પરિશ્રમ ઉલટે છે. જ્યાં મહેનત કરવી જોઈએ ત્યાં મહેનત કરતા નથી અને જ્યાં મહેનત ના કરવી જોઈએ ત્યાં ર. પચ્યા રહીએ છીએ, માટે જ અનુભવી પુરુષનું એ કથન છે કે -
पुण्यस्य फलमिच्छन्ति पुण्यं कुर्वन्ति नो नराः। फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादरा ।। પુણ્યનુ ફળ સુખ સમૃદ્ધિ. એ જોઈએ છે પણ પુણ્ય કરવું નથી, પાપનું ફળ દુઃખ ગમતું નથી, છતાંય હસી હસીને પાપ કર્મ બાંધીએ છીએ એજ એક આશ્ચર્ય છે. આપણે આ બધી વાતને સાર એ લેવાને છે કે જગતની તમામ સુખ સામગ્રી જ્યારે પુણ્યથી મળે છે. ઋદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ પુણ્યથી મળે છે અને પુણ્ય ધર્મથી થાય છે, એટલે આ બધાચનું મુખ્ય કારણ ધર્મ છે એ વાત સો ટકા સાચી છે, આ વાત જે હૃદયમાં બરાબર ઠસી જાય તે પૈસા ઉપર જે પ્રેમ છે તેના કરતા વધારે પ્રેમ આપણને ધમ ઉપર થાય.
ધર્મથી જ બધું મળે છે એ વાત જે હૃદયમાં બરાબર કસી જાય તે પછી ધર્મ આપણને ખૂબ ગમે, ધર્મની આરાધના કરતા છાતી ગજગજ ફુલેઃ ધર્મ કરતાં ખૂબ ઉલ્લાસ ને રસ આવે. એકવાત ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે ધર્મની આરાધના જેવી માનવવમાં થઈ શકશે એવી બીજી કઈ ગતિ કે નિમાં નહિ થઈ શકે. માનવભવે એ ધર્મ આરાધના કરવાની અપૂર્વ તક છે. આવી ઉમદા તકને કેણ ગુમાવે? સંસારમાં સામાન્ય તક જે આપણા હાથમાંથી ચાલી જાય, જેનાથી સામાન્ય લાભ