________________
પાખ્યાન ત્રીજુ
કે ઉપાશ્રયમાં, સામાયક કરતાં કે નવકાર ગણતા-ઊંડે ઊંડે પૌગલિક વાસનાની જ જે ઇચ્છા હોય તે તે ધર્મના ફળને બગાડી નાંખે છે. લાલસાથી કરાયેલી ધર્મકિયાઓને અને સંસારની લાલસાથી કરાયેલી ધર્મક્રિયાઓને-અનુષ્કાનેને પણ શાસ્ત્રકારે વિષ અને ગરલ અનુષ્ઠાન તરીકે ગણાવે છે. માટે તે ત્યાજ્ય છે.
ધર્મની આરાધના શુદ્ધ બુદ્ધિથી, કશી પણ ઈચ્છા વગર નિષ્કામભાવે આત્મશુદ્ધિની બુદ્ધિથી, અને કર્મ નિર્જરાની.
ભાવનાથી કરવામાં આવે તે જ તે શ્રેયસ્કર નીવડે છે. - પરમાત્માની પાસે પણ આપણે એ જ પ્રાર્થના કરવાની છે. કે હે પ્રભે! મારે સારો સ્વભાવ હું પ્રગટ કરી શકું ! એવી શક્તિ મને બક્ષે. બીજી કશી મને જરૂર નથી, કેવળ હું નિજ સ્વરૂપને પ્રગટ કરવાની અભિલાષા રાખું છું, આપ જેમ વીતરાગ બન્યા છે. મારે પણ વીતરાગ બનવું છે, બસ મને વીતરાગ બનાવે એજ એક અભિલાષા છે, આવી ભાવનાથી તમે જે પરમાત્માની ભક્તિ કરશે તે તે ભક્તિ નિષ્કામ ભક્તિ છે, શુદ્ધ ભક્તિ છે અને સાચી ભક્તિ છે, અને તેવી ભક્તિ બહુ ફળ આપનારી છે. અહીં કેટલાક એમ તકે કરે છે કે માંગ્યા વિના માં પણ પીરસતી નથી એટલે ભગવાનની પાસે માંગ્યા વિના શી રીતે મળશે! આ વાત અહીં લાગુ પડતી નથી કારણ કે પરમાત્માની ભક્તિ, ગુરુની સેવા અને ધર્મની આરાધના વગર લાલસાએ કરેલી વધારે ફળ આપે છે અને લાલસાથી કરેલી ભક્તિ ઘણું ઓછું ફળ આપે છે, અહીંયા “વણમાં ગ્યા