________________
વ્યાખ્યાન ૩ જું
~~
કંઈ, આ બધે આત્માનો સ્વભાવ નથી પણ કમજન્ય કષા
થી પેદા થયેલ નકલી સ્વભાવ છે.
પણ જે ચૂલા, ભઠ્ઠી કે ગેસ ઉપરથી ઉતારી લેશે તે થોડીવારમાં ઠંડુ થઈ જશે, એ શીતળતા એ પાણીને સ્વભાવ છે. જેમ ચૂલા ઉપરથી ઉતાર્યા પછી થોડીવારમાં પાણી પિતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે, તેમ આત્મા પણ કેધાદિ કષા. ના અભાવે મૂળ સ્વરૂપમાં આવી જાય છે.
આત્મા રાગનું નિમિત્ત મળતા રાગી થાય છે અને શ્રેષનું નિમિત્ત મળતા થી થાય છે, કેધ. માન, માયા કે લેભનું નિમિત્ત મળતા ક્રોધી, માની, માથી કે લોભી બને છે. વિકારના સાધન મળતા વિકારી બને છે. આ બધે સ્વભાવ એ નિમિત્તજન્ય છે અને નિમિત્તજન્ય સ્વભાવ એ આપણે સ્વભાવ નથી. આટલા સ્પષ્ટીકરણથી સમજાશે કે આત્માને મૂળ સ્વભાવ શુ? સમભાવ-વીતરાગ દશા એ આત્માને સ્વભાવ છે, એ કોઈ નિમિત્તથી પેદા થયે નથી. માટે સમભાવ એ પિતાને સ્વભાવ છે. રાગનું નિમિત્ત મળતા રાગ ન કરે અને શ્રેષનું નિમિત્ત મળતા ઠેષ ન કર. કેધના નિમિત્તમાં પણ કેધ ન થાય ત્યારે સમજી લેજે કે-અત્યારે હું મારા સ્વભાવમાં છું. આ દશા એ કંઈ નાની સૂની વાત નથી. આ દશા આવતા ઘણું વાર લાગે, પણ પ્રયત્ન અને પરિશ્રમ કરવામાં આવે તે જરૂર આપણે આપણા સ્વભાવને પ્રગટાવી શકીએ ! આ જગતમાં કશુંય અસાધ્ય નથી. કહ્યું છે કે –