________________
કેટ’
ધર્મ તત્વ પ્રકાશ
ગુલામ બન્યા છીએ. આથી જ આપણે ભૂતકાળ ભયંકર રીતે પસાર થયા છે. ભવિષ્ય કેવું જશે એ આપણી કરણ જ કહી આપે છે. માટે વર્તમાનકાળ સુધારવાની જરૂર છે. વર્તમાનકાળ સુધર્યો એટલે ભવિષ્ય સુધર્યું જ સમજે.
ક્ષણવાર પણ જે આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય તે આત્માને સાચા સુખની ઝાંખી થાય. આત્માના સુખે આગળ દુન્યવી તમામ સુખ તે ફીકાફક લાગશે, ઝાંખા લાગશે. અનંતજ્ઞાનીઓ જણાવે છે કે
जंचकाम सुहं लोए जं च दिव्वं महासुहं
वीयराय सुहस्से यऽणंत भागपि नग्धई ॥ વીતરાગ પરમાત્મામાં જે સુખ છે તેની આગળ દુનિયાભરનું સુખ અનંતમા ભાગે પણ પહોંચી શકે તેમ નથી.
વીતરાગ આત્મામાં જે સુખ છે તેનું માપ કાઢી શકાય તેવું નથી. એની આગળ દુનિયાનું સુખ તે કંઈ વિસાતમાં નથી. આત્મા જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેને આત્મસુખને અનુભવ થતા જાય.
આત્માનું સાચુ સુખ એટલે સ્વાભાવિક આનંદ, એ દેખી શકાય તેવી વસ્તુ નથી, અનુભવગમ્ય વસ્તુ છે. જેમ કેટલીક વસ્તુ આંખથી દેખાય છે, કેટલીક વસ્તુ જીભથી ચાખવાથી માલમ પડે છે, જેમકે સાકરને ગાંગડ અને મીઠાને ગાંગડો બન્ને સાથે પડ્યા હોય તે તેને દેખવા માત્રથી આપણે કહી ન શકીએ કે આ મીઠાને છે કે સાકરને. પરંતુ જો તેને