________________
~~~
~
~
વ્યાખ્યાન ૪ થું ચાખવામાં આવે તે તરત જ ખબર પડી જાય કે આ મીઠાનો ગાંગડે છે અને આ સાકરનો ગાંગડો છે. કારણ કે એ સ્વાદથી સમજાય તેવી વસ્તુ છે પણ એ સ્વાદ આપણને દેખાતું નથી, એ આંખને વિષય નથી. એ છે જીલ્ડાને વિષય. આનંદમાં અવાજ નથી નહિતર અવાજથી આપણે જાણી શકત કે આ અવાજ આનંદને છે, તેમ એ કાનને વિષય પણ નથી, નહિતર કાનથી આપણે જાણી શકત.
એટલે આનંદ એ બાહ્ય ઇન્દ્રિયનો વિષય નથી. ઈન્દ્રિયને વિષય રૂપ-રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ છે. આનંદમાં રૂપ, રસ, ગંધ વિગેરે નથી, જેથી આપણે તેને ઇન્દ્રિય દ્વારા જાણી શકીએ. એટલે એ મનનો વિષય છે. અનુભવગમ્ય છે. એટલે એ ઈન્દ્રિ દ્વારા જાણી શકાય નહિ.
આ વ્યાખ્યાનમાં આપણે ધર્મ એટલે શું એ વિષય વિશદ રીતે સમજાવ્યું. અને ધર્મની આરાધનાથી કેવા રૂડા સુખ મળે છે એના ઉપર આરામશોભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામશેભાની કથા.
નાગે કહ્યું મને બચાવ, મારું રક્ષણ કર, આ શબ્દો સાંભળી વિદ્યુત્પ્રભાને દયા આવી અને એણે તે નાગને ખોળામાં લીધે અને કપડાથી ઢાંકી દીધે. એક બાળા નાગરાજને નિર્ભય બની ખેળામાં લઈ લે એ કંઈ નાની સૂની વાત નથી. હિંમતની આ પરાકાષ્ઠ કહેવાય !
વિઘપ્રભા તે કપડું ઢાંકીને સુઈ ગઈ છેડી જ વારમાં મદારીઓ હાથમાં ઔષધિ વલયે લઈને ત્યાં આવી પહોંચ્યા