________________
વ્યાખ્યાન ૨ જુ.
શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા ઉપર આપણે ચાર વિષયની ચર્ચા વિચારણા શરુ કરી છે, તેમાં પ્રથમ ધર્મનું સ્વરૂપ એ વિષય ચાલી રહ્યો છે.
જગતના જીવોને જેટલા દુન્યવી સાધને ગમે છે. તેટલે ધર્મ ગમતું નથી. પણ જરાક ઉંડા ઉતરશે તે તમને સમજાશે કે–દુનિયાના તમામ પદાર્થો કરતાં ધર્મ એ વધુમાં વધુ પ્રિય લાગ જોઈએ. આપણે જયારે સ્વાદિષ્ટ વસ્તુ વાપરીએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે, કારણ કે તેમાં સ્વાદ છે, તેવી રીતે કોઈ સુંદર વસ્તુને નિહાળતા પણ આપણને ખૂબ આનંદ થાય છે, કારણ કે તે આપણને ખૂબ ગમે છે અને તેથી ખૂબ આનંદ આવે છે.
બાગ બગીચામાં આંટા મારતા ચંપા, ગુલાબ કે કેવડાની લહેજતદાર ખૂશબેની મહેક મારતા મગજ તાજગીને અનુભવ કરે છે ત્યારે પણ માણસ આનંદ વિભોર બને છે. કારણ કે તેને સુગંધી પ્રિય છે, મખમલ જેવી કોમળ શય્યામાં આળટતા પણ આનંદનો અતિરેક થાય છે. કારણ કે કોમળ સ્પર્શ આપણને ગમે છે. તેમજ સુરીલું સંગીત શ્રવણ કરતા આત્મા ડેલી ઉઠે છે, કારણ કે કર્ણને મીઠા અને મધુરા ગીત પસંદ પડે છે.