________________
ધર્મ તત્વ પ્રકાશ રહ્યો કરંડીયામાં. માલીક વગર એને બહાર કણ કાઢે! આમ ૩-૩ દિવસ વ્યતીત થયા, સર્પ તે ભૂખે ડાંસ જે થયે એટલામાં ત્યાં એક ઉંદર આવ્યું અને તેણે વિચાર્યું કે જરૂર કરંડીયામાં કંઈક ખાદ્ય પદાર્થ હશે. જેથી તેણે કરંડીયે કેત અને ખાસ કાણું પાડી અને તેણે અંદર પ્રવેશ કર્યો કે પેલે ભેરીંગ તરત જ તેને કેળ કરી ગયે અને ઉંદરના પ્રાણ ગયા. ઉદ્યમ કર્યો ઉંદરે અને ફળ મળ્યું સર્પને, સર્પ જીવતે
હાર નીકળે. આથી સમજી શકશે કે જે ભાગ્ય ન હોય તે એને એ ઉદ્યમ એના જ વિનાશ માટે થાય છે. પુણ્ય-પાપ નજરે નથી દેખાતા - કેટલાક એમ કહે છે કે તમારી આ બધી વાત ખરી પણ પુણ્ય પાપ નજરે નથી દેખાતા તેનું શું? ભલે પુણ્ય પાપ નજરે ન દેખાતા હોય પણ એનું ફળ નજરે દેખાય છે. એટલે કાર્યથી કારણનું અનુમાન કરી શકાય છે. એમ તે પવન ક્યાં નજરે દેખાય છે?
વિશ્વમાં એવી ઘણી વસ્તુઓ વિદ્યમાન છે કે જે નજરે દેખાતી નથી છતાં આપણે તેના કાર્યથી તેને માનીએ છીએ તેવી જ રીતે પુણ્ય અને પાપનું કાર્ય સુખ દુખ આપણે નજરે જોઈ રહ્યા છીએ એટલે પુણ્ય અને પાપને માન્યા વગર છૂટકે નથી.
આ બધી વાતને સૂક્ષમ દષ્ટિએ વિચાર કરશે તે સહેજે સમજાશે કે સઘળા ય સુખનું મૂળ કારણ ધર્મ છે. અને ધર્મની આરાધના વિના પુણ્ય થતું નથી અને પુણ્ય વિના દુનિયાના સુખે પણ મળતા નથી.