________________
વ્યાખ્યાન ૧ લું
~
~~
~
~~
~
નોકરી માટે અરજી ઉપર અરજી કરે છે, પણ તેને ક્યાં જાય ત્યાંથી ધક્કો મળે છે અને ત્રણ ચેપડી ભણેલે અભણ માણસ કેડપતિ બને છે. આ બધી વસ્તુ આપણું રેજના અનુભવની છે, પણ કોઈ દિવસ આપણે આ બધી વાત ઉપર ઊંડાણથી શાંતિપૂર્વક એકાંતમાં બેસીને વિચાર જ કર્યો નથી. અને ઉંધુ વાળીને ઝુકાવવા છતાં અને અનેક ધમપછાડા કરવા છતાં જ્યારે સફળ થતાં નથી ત્યારે પોક મૂકીએ છીએ. એ. • તમને ખબર હશે કે-સયાજીરાવ ગાયકવાડ એક વખત ગા-ભેસે ચરાવનારા હતા પણ અચાનક એ ગાદીના વારસ તરીકે જાહેર થાય છે અને એમને રાજગાદી મળે છે. શું ગાયકવાડે અરજી કરી હતી કે મને રાજ્ય આપે ? અને શું અરજી કરવાથી મળત પણ ખરું ! હરગીઝ નહિ. સિદ્ધરાજે કુમારપાળને મારી નાંખવા શું ઓછા પ્રયત્નો કર્યા હતા' છતાં સિદ્ધરાજ ગયે અને કુમારપાળ રાજ્યના સ્વામી થયા, એટલે કહેવું જ પડશે કે બુદ્ધિ અને પરિશ્રમ સિવાય એક અદષ્ટ વસ્તુ આ બધી વસ્તુ પાછળ કામ કરી રહી છે. ભલે પછી તમે તેને ભાગ્ય કહ-પુણ્ય કહે, અદષ્ટ કહે કે નસીબ કહે, માણસ સુખી થવા ઉદ્યમ કરે છે પણ જે પાપને ઉદય હેય તે તેજ ઉદ્યમ તેને વિનાશ કરે છે. મદારી અને સપ
એક મદારી કરંડીયામાં સર્પ લઈ સ્થળે સ્થળે વિવિધ ખેલ કરી જનમન રંજન કરતે હતે–એકદા ઝાડ નીચે તે સુઈ ગયે, પણ અચાનક એનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. સપ