________________
વ્યાખ્યાન ૧ લું
mananana
શુદ્ધ બુદ્ધિએ, કમની નિર્જરાની બુદ્ધિએ અને આરાધનાની બુદ્ધિએ કરેલે ધર્મ એ મેક્ષનું કારણ બને છે, એટલે આત્માની શુદ્ધિ અને અંતે મેક્ષ, તેમજ સુખ સાહ્યબી આ બધાનું મૂળ કારણ ધર્મ છે.
ધર્મની થોડી પણ આરાધના કરી હોય તે એનાથી પણ કેવા અપૂર્વ સુખ મળે છે. એ વાત આરામ શેભાની કથાથી આપણને જાણવા મળશે. આરામ શેભાની કથા
આ ભરતક્ષેત્રમાં એક નગરની ચારે દિશામાં એક એજન પ્રમાણ ભૂમિ સુધીમાં એક પણ ઝાડ નહોતું. આજ ગામમાં ચાર વેદને જાણકાર પર્ કર્મ સાધક અગ્નિશર્મા નામને એક બ્રાહ્મણ રહેતું હતું. તેની અગ્નિશિખા નામે પતિવ્રતા પત્ની હતી, તેની કુક્ષિાએ વિદ્યુતપ્રભા નામની એક પુત્રીને જન્મ થે હતે. પુરી ઘણી જ રૂપાળી, કળાવાન અને ગુણવાન હતી જયારે તે આઠ વર્ષની થઈ ત્યારે તેની માતા બિમારીને ભેગ બની અને તે મૃત્યુધામે સીધાવી ગઈ. છોકરી નાની હતી પણ ઘણી ચાલાક હતી, ઘરનું તમામ કામકાજ એને જાતે ઉપાડી લીધું. સવારમાં ઉઠતાં જ ગાદલા-ગોદડા ઠેકાણે મૂકી વાસીદુ કાઢી, પનિહારાની સારસંભાળ લઈ ઘરમાં ગાય હતી એને દેહતી અને ઘરનું તમામ કામકાજ પતાવી તે ગાયે વિગેરેને લઈ જંગલમાં ચરાવવા જતી હતી, મધ્યાન્હ પાછી આવી રઈ-પાણી તૈયાર કરી પિતાજી માટે દેવ-પૂજાની સામગ્રી તૈયાર રાખતી. દેવ-પૂજા પછી બંને જણા જમતા.