________________
વ્યાખ્યાન ૧ લું
mannannnnnnnnnn
આ વાતને મુદ્દો શિથિલાચારને પોષણ આપવાનું નથી. પરંતુ શાસનપ્રભાવક એવા જ્ઞાનવાનની મહત્તા બતાવવાને છે અને એવા મહાપુરુષેની હીલના કરવી એ મહાપાપ છે. એ વાત સમજાવવા માટે છે.
જેમકે બે છોકરા હેય-એમાં એક છોકરો કમાતે હેય અને સાથે સાથે તે ખર્ચાળ પણ હોય અને બીજે છોકરે કમાતે નથી પણ ખર્ચાળ છે. આ બન્નેમાંથી કયે છોકરા સારે ગણાશે ? કહેવું જ પડશે કે કમાવનાર છોકરે. એ સારાની ગણત્રીમાં આવશે. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ.
“મો માત્ર મુ”િ આ પદમાં પ્રથમ ધર્મ શબ્દ છે. એ આપણને મહત્વની વાતનું સૂચન કરે છે, આ વિશ્વમાં જે કોઈ શ્રેષમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય તે તે ધર્મ છે. જગતની તમામ સુખ-સાહ્યબીનું મૂળ કારણ ધર્મ છે. ધમે છે તે બધું છે, અને ધર્મ નથી તે કંઈ નથી. માટે જ મહાપુરુષે કહે છે કે
धर्मो जगति सारः सर्व सुखानां प्रधान हेतुत्वात् । __ तस्योत्पतिर्मनुजात् सारं तेनैव मानुष्यं ॥
મતલબ જગતમાં સારભૂત જે કઈ વસ્તુ હોય તે તે ધર્મ છે, અને તે સર્વ સુખનું મૂળ કારણ છે. અને તેની ઉત્પત્તિ મનુષ્ય જન્મમાં થાય છે, માટે જ આ માનવભવ સાર ગણાય છે, એટલે વિશ્વના સમસ્ત સુખોનું મૂળ કારણ ધર્મ હોવાથી ધર્મ એ જગતમાં સાર મનાય છે, શ્રેષ્ઠ મનાય છે અને ઉત્તમ ગણાય છે.